Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

દલિતોની વ્યથા : ગામથી અલગ હોઈએ એવું લાગે છે

ગેંગરેપની પીડિતાના ગામજનોની આપવીતિ : બાળકો સ્કૂલે જાય ત્યારે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે તેમજ તેમને અન્ય બાળકોથી અલગ બેસાડાય છે

હાથરસ,તા. : ૧૯ વર્ષની છોકરી પર કથિત બળાત્કાર ગુજાર્યા બાદ પીડિતા સાથે રાક્ષસી કૃત્ય આચરવામાં આવ્યું અને ચાર સવર્ણો દ્વારા યુવતીને ટોર્ચર કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. જે ગામમાં પીડિતાનો ઉછેર થયો ત્યાં બે અસમાન દુનિયા છે, એક કે જ્યાં તે પોતે રહેતી હતી અને બીજી કે જ્યાં સવર્ણ સમાજના લોકો રહે છે. એક દલિત પુરુષ વિષે જણાવે છે કે, * (વર્ણ) વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવું અમારા માટે શક્ય નથી. જે હાથરસ ગામમાં પીડિત છોકરી રહેતી હતી અને મૃત્યુ પામી હતી, ત્યાં દલિતો જાણે છે કે એક પીડાદાયક મર્યાદા ઓળંગવી તેમના માટે કેટલી મુશ્કેલ છે. એક દલિત યુવકે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરીને જણાવ્યું કે, અમે અમારું પેજ જાતે ભરીએ છીએ, અમે અમારા લોકો સાથે વાતો કરીએ છીએ, અમે અમારી રીતે જીવીએ છીએ. તેમની (સવર્ણ) સાથે કશું લેવાદેવા નથી. નાના ગામમાં ૬૪ પરિવાર રહે છે.

જેમાં માત્ર વાલ્મિકી સમાજના છે, તેઓ પોતાના પશુઓ મનરેગામાંથી રુપિયા આવે ત્યારે પરત મેળવી શકશે. પરિવારોમાંથી એક મહિલાએ જણાવ્યું કે, કોરોના આવ્યો ત્યારે અમારે અમારી એક ભેંસ વેચવી પડી હતી. જ્યારે બુધવારે ટીઓઆઈ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી, જોવા મળ્યું કે સામુહિક બળાત્કારના કારણે જે ખળભળાટ મચ્યો હતો તે અંતિમ સંસ્કાર બાદ એકદમ શાંત થઈ ગયો હતો. એક ૫૦ વર્ષના કિરણ દેવીએ જણાવ્યું કે, અમારી પાસે સવર્ણ પરિવારો વિશે કહેવા માટે કશું નથી, અમે કશું જાણતા નથી.* પીડિતાના ભાઈએ કહ્યું, *તેઓ અમને ગણતા નથી. એના જેવું છે કે જાણે અમારું કોઈ અસ્તિત્વ નથી.* એક વર્ષના માસૂમને પૂછવામાં આવ્યું કે, શું તું સ્કૂલે જાય છે? તેણે કહ્યું હા જાય છે પણ સ્કૂલમાં ગામના અન્ય લોકોથી દૂર રહે છે.

(7:48 pm IST)