Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ડોમેસ્ટિક ફ્લાઇટોમાં 60 ટકા પેસેન્જરો સાથે ઉડાનની મંજૂરી

એરલાઇન્સને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં સિંગલ યુઝ ટ્રે, પ્લેટો અને કટલરીનો ઉપયોગ કરવો પડશે.

નવી દિલ્હી દેશમાં પ્રતિબંધોને વધુ સરળ બનાવવા માટે સરકારના સત્તાવાર હુકમ મુજબ ભારતીય એરલાઇન્સને સ્થાનિક મુસાફરોની ફ્લાઇટમાં સંખ્યા વધારીને તેમની પૂર્વ કોવિડ સર્વિસનાં 60 ટકા કરવાની મંજૂરી આપી હતી.

એવિએશન મીનીસ્ટ્રીએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં 60% કેપેસિટી સાથે ઉડાન ભરવાની આપી મંજૂરી આપી છે.

રેલું ફ્લાઇટ્સમાં પેક્ડ નાસ્તો, ખોરાક અને પીણા આપી શકાય છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ગરમ ખોરાક પીરસી શકશે.

એરલાઇન્સને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં સિંગલ યુઝ ટ્રે, પ્લેટો અને કટલરીનો ઉપયોગ કરવો પડશે.

ક્રૂ મેમ્બરને દર વખતે ખાવા-પીવાનું આપતા પહેલાં ગ્લોવ્સ બદલવા પડશે.

મુસાફરોને ફ્લાઇટમાં મનોરંજન માટે છૂટ આપવામાં આવશે, પરંતુ તેમને ડિસ્પોઝેબલ ઇયરફોન અથવા ડિસઈન્ફેક્ટેડ હેડફોનો પ્રદાન કરવા પડશે.

જો કોઈ મુસાફર માસ્ક પહેરવાનો ઇનકાર કરે છે, તો એરલાઇન્સ તેનું નામ નો-ફ્લાય લિસ્ટમાં મૂકી શકે છે.

(8:56 pm IST)