Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રિલાયન્સ રિટેલમાં અબુધાબીની મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની કરશે રૂ.6247 કરોડનું મૂડીરોકાણ

આ પહેલા મુબાદલાએ રિલાયન્સ ગ્રૂપના જિયો પ્લેટફોર્મમાં પણ 1.2 અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યુ હતુ.

મુંબઈ : જિયો પ્લેટફોર્મ બાદ હવે રિલાયન્સ રિટેલમાં સતત નવું મૂડીરોકાણ આકર્ષી રહ્યા છે. હવે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને ચોથા મોટા ઇન્વેસ્ટર્સ મળી ગયા છે. આ વખતે અબુધાબી સ્થિત મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની રિયાલન્સ રિટેલનો 1.4 ટકા હિસ્સો ખરીદશે અને આ માટે તે કંપનીમાં રૂ. 6247.5 કરોડનું મૂડીરોકાણ કરશે. રિલાયન્સમાં મુબાદલા કંપની તરફથી કરાયેલું આ બીજુ સૌથી મોટુ રોકાણ છે. આ પહેલા મુબાદલાએ રિલાયન્સ ગ્રૂપના જિયો પ્લેટફોર્મમાં પણ 1.2 અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યુ હતુ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યુ છે કે, મુબાદલા ફંડ RRVLમાં રૂ.6247.5 કરોડનું મૂડીરોકાણ કરશે. આ રોકાણ થકી રિલાયન્સ રિટેલની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ રૂ.4.285 લાખ કરોડ નક્કી કરવામાં આવી છે. મુબાદલા આ મૂડીરોકાણ થકી RRVLમાં ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર 1.40 ટકા ઇક્વિટી હિસ્સો મેળવશે. આ સોદો નિયમનકારી અને કાયદાકીય મંજૂરીઓને આધિન રહેશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, "રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં મુબાદલાને મૂલ્યવાન હિસ્સેદાર તરીકે આવકારતાં હું ખૂબ જ ખુશ છું. મુબાદલા જેવા જ્ઞાન-સમૃદ્ધ સંસ્થાન સાથે ભાગીદારી અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે અને લાખો નાના રિટેલર્સ, વેપારીઓ અને દુકાનદારોને સાંકળતા ભારતના રિટેલ ક્ષેત્રના હાર્દને વધુ મજબૂત બનાવવાના અમારા મિશનમાં વિશ્વાસ વ્યક્ત કરવાની અમે કદર કરીએ છીએ. અમારી આ સફરમાં મુબાદલાનું મૂડીરોકાણ અને માર્ગદર્શન અમૂલ્ય ટેકો બની રહેશે.

(12:00 am IST)