Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 203 નેતાઓ વિરુદ્ધ FIR દાખલ : અનેક ગંભીર કલમો લગાડાઇ

ઝપાઝપી, ધક્કામુકી, ટ્રાફિક જામ અને કોવીડ ગાઇડલાઇન અને 144 કલમનો ભંગ સહિતની કલમો લાગી

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ગ્રેટર નોઇડાના ઈકોટેક વન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવવામાં આવી છે. પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 203 નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં આ લોકો વિરુદ્ધ ઘણી ગંભીર કલમો લગાવવામાં આવી છે. કેસ ગૌતમબુદ્ધ નગર પોલીસ તરફથી દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આશરે 200 કાર્યકર્તાઓની સાથે હાથરસ જવા માટે ડીએનડીના રસ્તે નોઇડામાં પ્રવેશ કર્યો. જેમાં લગભગ 50 ગાડીઓ કાફિલામાં સામેલ હતી. તે કાફલામાં સામેલ બધા લોકોને જિલ્લામાં કલમ 144 લાગૂ હોવા, કોવિડ-19ની સ્થિતિથી માહિતગાર કરાવતા આગળ ન જવાની વિનંતી કરી હતી. પરંતુ તેમાં સામેલ બધા કાર્યકર્તા તથા ગાડીઓ અવરજવરના નિયમોનો ભંગ કરતા તથા સામાન્ય જનતાની અવરજવરમાં મુશ્કેલી ઉભી કરતા ઝડપથી યમુના એક્સપ્રેસ વે તરફ જવા લાગ્યા હતા.

પોલીસ તરફથી આગળ કહેવામાં આવ્યું કે, નોઇડા એક્સપ્રેસ-વે પર કાફલામાં સામેલ બે ગાડીઓ વચ્ચે ટક્કર થઈ. ત્યારબાદ યમુના એક્સપ્રેસ વેના ઝીરો પોઈન્ટ પર કાફલાનો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યાં પર કોંગ્રેસ પાર્ટીના સભ્યો દ્વારા પોલીસની સાથે ઝપાઝપી તથા ધક્કામુકી કરવામાં આવી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યમુના એક્સપ્રેવ વે પર પોતાના કાર્યકર્તાઓની સાથે પગે ચાલવા લાગ્યા. જેથી એક્સપ્રેસ વે પર જામની સ્થિતિ થઈ. તેમાં ઘણી એમ્બ્યુલન્સ પણ ફસાયેલી હતી.

(12:00 am IST)