Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોરોનાએ રાજકોટમાં આજે ૧૨નો ભોગ લીધો

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધઃ છેલ્લા પાંચ દિવસમાં ૬૫ મૃત્યુઃ શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૩૩૧ બેડ ખાલી

રાજકોટ, તા. ૨: કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર અને જીલ્લામાં આજે  ૧૨ના મોત થયા છે. તે સાથે કોરોનાએ છેલ્લા પાંચ દિવસમાં ૬૫ લોકોનો ભોગ લેવાયો છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧નાં સવારે ૮ વાગ્યાથી તા.૨ ઓકટોબરને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૧૨ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૧૨નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી અકે જ મૃત્યુ જાહેર કરવામાં આવતા લોકોમાં ભારે અસમંજસતા ફેલાઇ રહી છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૩૩૧ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે જયારે  શહેર-જીલ્લામાં સરકારી - ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે - ૯, સોમવારે ૧૭, મંગળવારે માત્ર ૮ તથા  બુધવારે  ૧૫ અને ગુરુવારે૧૬નાં મોત થયા છે.

(10:53 am IST)