Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

લોકડાઉનનો સાચો ઉપયોગ આ બહેને કરી બતાવ્યો, ૩ મહિનામાં ૩૫૦ કોર્સ કરી નાખ્યા : વલ્ડ રેકોર્ડ

નવી દિલ્હી,તા.૨ : લોકોએ પોતાના જીવનમાં આ વર્ષે આવેલા અચાનક લોકડાઉન કંઈ કેટલાય કામ કર્યા છે. અમુક લોકો વર્કઆઉટમાં જોતરાયા હતા, જયારે અમુક લોકો રસોયા બન્યા હતા. અમુક લોકો લેપટોપ લઈ વર્ક ફ્રોમ હોમમાં અટવાઈ ગયા હતા. પણ કેરલની આરતી રદ્યુનાથે તો કમાલ જ કરી નાખી છે. તેણે લોકડાઉનના સમયમાં એક સાથ ૩૫૦ કોર્સ કરી નાખ્યા છે. એમઈએસ કોલમાં એમએસસી બાયોકેમેસ્ટ્રી સેકન્ડ ઈયરની સ્ટુડન્ટ છે આરતી. તેણે છેલ્લા ૩ મહિનામાં ૩૫૦ કોર્સ કર્યા છે. તે પણ ઓનલાઈન.

આરતી કોચ્ચિના એલમકારાની રહેવાસી છે. આરતી જણાવે છે કે, તેની કોલેજ તેને ઓનલાઈન કોર્સની દુનિયાની સફર કરાવી છે. ત્યાર બાદ તેણે ઓનલાઈન કોર્સ કરવાના શરૂ કર્યા. કલાસ ટ્યૂટરની મદદથી તેણે થોડા અઠવાડીયામાં જ આ કોર્સ પુરા કરી નાખ્યા.

આરતીએ મોટી મોટી યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યા છે. જેમાં જોન હોકિંસ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર, યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક, ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ડેનમાર્ક અને કોપનહેગન યુનિવર્સિટી સામેલ છે. તો જોયુ તમે આરતી આ રીતે લોકડાઉનનો યોગ્ય ઉપયોગ કરી બતાવ્યો.

(11:17 am IST)