Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

એક-બીજાને બાધીત કરવાના પ્રયાસ રૂપે ઉમેદવારનું માઇક બંધ કરાશે

અમેરિકી ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે ડીબેટના નિયમોમાં ફેરફાર થશે : સીપીડી દ્વારા ૪૮ કલાકમાં બાકીની બે ડીબેટ માટે નવા દિશાનિર્દેશ અપાશે

વોશીંગ્ટન તા. ર : અમેરિકામાં ૧૯૮૮ થી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ઉમેદવારો વચ્ચે ડીબેટ કરાવનાર સ્વતંત્ર સંસ્થા કમીશન ઓફ પેસીડેન્શીયલ ડીબેટ્સ (સીપીડી) એ રાષ્ટ્રપતિ અને રિપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમો કટીક ઉમેદવાર બીડન વચ્ચે બાકીની બે ડીબેટના આયોજનનો પ્રારૂપમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

એક રિપોર્ટ મુજબ સીપીડીએ જણાવેલ કે ટ્રમ્પ અને બીડન વચ્ચે વિવાદને ધ્યાને રાખી ડીબેટના પ્રારૂપમાં બદલાવ કરાયો છે. આ બદલાવ હેઠળ જો બન્ને ઉમેદવાર એક બીજાને બાધીત કરવાનો પ્રયાસ કરશે તો માઇકને બંધ કરવાનો ઉપાય કરાશે.

સીપીડીએ આ નિર્ણય મંગળવારની ડીબેટ બાદ કરેલ જેમાં ઉમેદવારો વચ્ચે મનમુટાવ, એકબીજાના અપમાન કરવા અને રાડો પાડવાની ઘટના બનેલ ઘણા લોકોએ સૌથી ખરાબ ડીબેટમાંની એક ગણાવેલ. વિશ્વભરથી ટીકાત્મક પ્રતિક્રિયાઓ આવેલ સીપીડી ૪૮ કલાકમાં નવી ડીબેટ માર્ગદર્શીકા અને નિયમ બહાર પાડશે.

(12:53 pm IST)