Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જાતીય પરિવર્તન કરાવેલા ,સજાતીય સબંધ ધરાવતા તેમજ કિન્નર તરીકે ઓળખાતા લોકોને ઓબીસી કેટેગરીમાં સમાવિષ્ટ કરાશે : કર્ણાટક રાજ્ય સરકારની હાઇકોર્ટ સમક્ષ એફિડેવિટ

બેંગલુરૂ : જાતીય પરિવર્તન કરાવેલા ,સજાતીય સબંધ ધરાવતા ,તેમજ કિન્નર તરીકે ઓળખાતા લોકોને ઓબીસી કેટેગરીમાં સમાવિષ્ટ કરાશે તેવી એફિડેવિટ કર્ણાટક રાજ્ય  સરકારે હાઇકોર્ટ સમક્ષ કરી છે.જે માટે કર્ણાટક સ્ટેટ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસને ભલામણ મોકલી દેવામાં આવી છે. તથા તેમની સાથે ચર્ચા કરાયા પછી આખરી નિર્ણય લેવાશે તેવું  એફિડેવિટમાં દર્શાવાયું  છે.

રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે બહાર પડાયેલી જાહેરાતમાં સ્ત્રી અને પુરુષ સિવાયની ત્રીજી કેટેગરી માટે જોગવાઈ ન હોવા અંગે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનના અનુસંધાને રાજ્ય સરકારે ઉપરોક્ત ચોખવટ કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:04 pm IST)