Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજકોટમાં કુલ કેસનો આંક ૬૩૦૦ને પારઃ બપોર સુધીમાં નવા ૪૧ કેસ

ગઇકાલે ૯૬ દર્દીઓ સાજા થતા કુલ ૫૧૪૧ લોકો ડિસ્ચાર્જ થતાં રિકવરી રેટ ૮૧.૫૯ ટકા થયો

રાજકોટ, તા. ૨ : સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૧ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૩૪૨  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૫૧૪૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૧ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૫૪૩૩ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૦૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૯૮ ટકા થયો  હતો. જયારે ૯૬ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૨૬,૭૫૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૩૪૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૭  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતીએ વિજયનગર - ન્યુ થોરાળા, નૂતનનગર, ગોવર્ધન સોસા. - અમીનમાર્ગ, જલારામ પાર્ક યુનિ. રોડ, તિરૂપતિ સોસા., કૃષ્ણનગર મવડી પ્લોટ, ન્યુ રઘુવીર સોસાયટી પેડક રોડ, સંતોષ પાર્ક રણુજા મંદિર, ગીતાંજલિ પાર્ક આનંદનગર કવાર્ટર સહિતના ૮૭ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

(2:36 pm IST)