Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

યોગીને ફરી મઠમાં બેસાડી દયો

યુ.પી.માં ગુંડા, બદમાશો માફિયાઓ અને અરાજક તત્વોનું રાજઃ કાયદો વ્યવસ્થા ખાડેઃ માયાવતી કાળજાળ

 

લખનૌ તા. ર : હાથરસ પછી બલરામપુરમાં દલિત વિદ્યાર્થીની પર થયેલ ગેંગરેપની ઘટના પછી બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કેન્દ્ર પાસે માંગણી કરી હતી કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન પદેથી હટાવીને તેમના મઠમાં મોકલી આપવામાં આવે.

પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું કે હાથરસની ઘટના પછી મને હતું કે કદાચ યુપી સરકાર કંઇક હરકતમાંં આવશે, અને યુપીના બહેન દીકરીઓનું ઉત્પીડન કરનારા લોકો પર અંકુશ મુકશે પણ આવું નથી થયું. ઉત્તર પ્રદેશમાં વર્તમાન ભાજપા સરકારમા કાયદાનું નહી પણ ગુંડા, બદમાશો, માફિયાઓ, બળાત્કારીઓ અને અન્ય અરાજક તત્વોનું રાજચાલી રહ્યું છે. અહી કાયદો અને વ્યવસ્થા તદ્દન મરી પરવર્યા છે.

માયાવતીએ કહ્યું કે આર.એસ.એસ.ના દબાણમાં ભાજપાઓ યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન તો બનાવી દીધા પણ હવે તેમનાથી આ રાજય નથી સંભાળી શકાતું એટલે કેન્દ્ર સરકાર યોગી આદિત્યનાથને હટાવીને તેમની જગ્યાએ બીજા કોઇને મુખ્ય પ્રધાન બનાવે અને યોગી આદિત્યનાથને પણ તેમના મઠમાં મોકલી આપે.

(2:43 pm IST)