Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હાથરસ કાંડ પર હંગામો

તૃણમુલની મહિલા નેતાએ પોલીસ પર બ્લાઉઝ ફાડવાનો મૂકયો આરોપ : ધક્કામુક્કીમાં સાંસદ ડેરેક ગબડી પડયા

પીડિત પરિવારને મળવા હાથરસ જઇ રહેલા તૃણમુલના નેતાઓ - પોલીસ વચ્ચે સંઘર્ષ

હાથરસ તા. ૨ : હાથરસ કાંડ પર રાજનૈતીક હોબાળો ચાલુ છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના હાથરસ જવાના પ્રયત્નો અંગે હોબાળો અને રાજનૈતિક ધમાસાણના પછીના દિવસે પ.બંગાળની સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પણ પીડિત પરીવારની પાસે પહોંચવાના પ્રયત્નો કર્યા. જો કે પોલીસે તેને ગામની બહાર રોકી દીધા. આ દરમિયાન ધક્કામુક્કીમાં સાંસદ ડેરેક ઓ બ્રાયન રસ્તા પર પડી ગયા તો ટીએમસીની મહિલા સાંસદ પ્રતિમા મંડળ અને મમતા ઠાકુરે બ્લાઉઝ ફાડવાનો આરોપ લગાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એક વિડીયો ફુટેજમાં જોવા મળ્યું છે કે ડેરેક ઓ બ્રાયન પોલિસકર્મીઓથી ઘેરાયેલા છે. તેની સાથે પક્ષની મહિલા નેતા પણ છે. આ દરમિયાન પુરૂષ પોલિસ અધિકારીઓ જ નેતાને હટાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ડેરેક ઓ બ્રાયન રસ્તા પર પડી ગયા છે. ટીએમસી નેતા મમતા ઠાકુરે કહ્યું કે અમે પીડિતાના પરિવારને મળવા જઇ રહ્યા હતા પરંતુ પોલિસ અમને મળવા દેતી નથી. અમે જવાના પ્રયત્નો કર્યા, તો મહિલા પોલિસ અધિકારીઓએ અમારા બ્લાઉઝને ખેંચ્યા અને સાંસદ પ્રતિમા મંડળ પર લાઠીઓ પણ વરસાવી અને તેઓ પડી ગયા. પોલીસ અધિકારીઓએ તેમને અડયા તે અત્યંત શરમજનક છે.

યુપી પોલીસે મૃતક પીડિતાના ગામને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. હાથરસમાં ધારા ૧૪૪ લગાવી દેવામાં આવી છે. રાજનૈતિક દળોના કાર્યકર્તાઓને પણ જવા દેવામાં આવતા નથી. ગામમાં પણ કોઇને એન્ટ્રી આપવામાં આવી નથી. હાથરસ છાવણીમાં ફેરવાય ગયું છે. દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. બીજી બાજુ હાથરસના વિરોધમાં દેશમાં પ્રદર્શન થઇ રહ્યું છે. યુપીની પાટનગર લખનૌમાં સપાના કાર્યકર્તા રસ્તા પર ઉતરી આવ્યા છે અને યુપી સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી રહ્યા છે.

(3:12 pm IST)
  • હાથરસ ગેંગ રેપ : દિલ્હીના જંતર મંતર ઉપર વિરોધ પક્ષોનો જમેલો : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી ,સીપીઆઇ નેતા ડી.રાજા ,આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ ,જીગ્નેશ મેવાણી ,ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ ,તથા બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સહિતનાઓ મેદાનમાં : યુ.પી.સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા access_time 7:00 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પ જલ્દી સાજા થઇ જાય તેવી શુભેચ્છા : કોવિદ -19 સંક્રમિત ટ્રમ્પ દંપત્તિને તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન તથા પત્ની જિલ એ શુભેચ્છા પાઠવી : તમારી તંદુરસ્તી માટે અમે પ્રાર્થના ચાલુ રાખશું access_time 7:15 pm IST

  • રાપર હત્યાકાંડ : કચ્છના રાપર વકીલ હત્યાકાંડ : સીટમાં વધુ બે અધિકારી પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંઘ અને મુન્દ્રા મરીન પીઆઇ ગિરિશ વાણિયાની વરણી આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન, હત્યાના ચોક્કસ કારણો જાણવા સીટ દ્વારા તપાસનો ધમધમાટ access_time 10:47 pm IST