Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

શું હાથરસ ગેંગરેપનું સત્ય છુપાવી રહી છે યોગી સરકાર

આખા ગામની કિલ્લાબંધીઃ વિપક્ષ-મીડિયાના એન્ટ્રી પર પ્રતિબંધ

હાથરસ તા. રઃ હાથરસની સરહદે આજે પણ ધમાસાણ મચેલું છે ગેંગરેપ પીડિતાના ગામમાં પક્ષી પણ ફરકી શકે નહીં તેના માટે પોલીસની કિલ્લાબંધી રહેલી છે. બીજી બાજુ પીડિતોના પરિજનોને મળવા માટે મીડિયાવાળા અને નેતા જીદ પર અડેલા છે. હોબાળો સતત ચાલું છે. કેટલાક લોકોએ ગામડામાં ઘુસવાના પ્રયત્નો કર્યા તો બપોર બાદ ગામની બેરિકેડીંગ પણ કરી દેવામાં આવી છે. કયાં આદેશથી રોકી રહ્યા છો? પોલીસવાળાની પાસે તેનો એક જ જવાબ છે, ઉપરથી આદેશ છે. ગામમાં જવા દેશું નહિં.

સવારે એડીએનને મીડિયાવાળાને સવાલ કર્યા તો તે નાસી છુટયા. હવે સવાલ ઉઠે છે કે હાથરસની આ કિલ્લાબંધીનું કારણ શું છે? સરકાર ગામમાં મીડિયાના જવાથી શું કામ ડરી રહી છે? આ પ્રશ્નો પર અધિકારી પણ મૌન છે યોગી સરકારના મંત્રીઓ પણ મૌન છે.

ટીએમસી સાંસદ ડેરેક અને બ્રાયન નેત્ૃવમાં પક્ષના એક પ્રતિનિધિ મંડળને હાથરસ સરહદ પર રોકવામાં આવ્યા છે તેમની પણ પોલીસ સાથે ધકકામુકકી થઇ ગઇ.

યોગી સરકારના આદેશ બાદ પોલીસે મૃતકના ગામ જતા દરેક રસ્તાને બંધ કરી દીધા છે. મીડિયાને જવા દેવાતા નથી. રાજનૈતિક પક્ષો અને કાર્યકર્તાઓને જવા દેવામાં આવતા નથી. ગામમાં કોઇપણને એન્ટ્રી આપવામાં આવી નથી.

(3:52 pm IST)