Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

NOIDA પોલીસે કર્યુ અભદ્ર વર્તનઃ દિલ્હી મહિલા કોંંગ્રેસ પ્રમુખ અમૃતા ધવનનાં કપડા ફાડી નાખ્યા

નવી દિલ્હી, તા.૨: ગુરૂવારે ગ્રેટર નોઈડામાં યમુના એકસપ્રેસ વે પર કોંગ્રેસ મહિલા કાર્યકરો અને નોઈડા પોલીસ વચ્ચે થયેલી અથડામણ અને દ્યર્ષણ દરમિયાન દિલ્હી મહિલા કોંગ્રેસ પ્રમુખ અમૃતા ધવનનાં કપડા ફાડી નાખ્યા હતા. અમૃતા ધવને આ માટે ગૌતમ બુધ્ધ નગર પોલીસ પર આરોપ લગાવ્યો છે. અમૃતા ધવન કહે છે કે આ પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મચારીઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને તેમના કપડા ફાડી નાખ્યા હતા.

અમૃતા ધવને નોઈડા પોલીસ, સીએમ યોગી અને પીએમ મોદી પર હુમલો કરતા ટ્વિટ કર્યુ હતુ, કે આ યોગી અને મોદીનાં સંસ્કારોનો પુરાવો છે, જો તમારે તાકાત બતાવવી હોય તો ગુનેગારોને બતાવો, અમારા પર બળાત્કાર કરીને તમને શું મળશે? યાદ રાખો કે દ્રૌપદી ચીર હરણ અને સીતા હરણનો અંત પણ કયાં જઇને ખતમ થયો હતો. વળી, ગૌતમ બુદ્ઘ નગરનાં પોલીસ કમિશનર વૃંદા શુકલાએ આ દ્યટના અંગે નોઈડા પોલીસનો બચાવ કર્યો હતો અને દિલ્હીનાં મહિલા કોંગ્રેસ પ્રમુખનાં આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, તે સમયે તે ત્યાં હાજર હતી. તેમણે જણાવ્યું હતું કે, નોઈડા પોલીસ ઉપરાંત ત્યાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ બળો પણ હાજર હતા. વિરોધ કરવામાં આવ્યો નથી. અમૃતા ધવનનાં આરોપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે.

ગૌતમ બુધ્ધ નગરનાં ડેપ્યુટી કમિશનર વૃંદા શુકલાએ અમૃતા ધવનનાં આરોપોને નકારી દીધા છે. ફાટેલા કપડા સાથેનો અમૃતા ધવનનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસનાં તમામ અધિકારીઓ અને કાર્યકરોએ આ ફોટો ટ્વિટર, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. પોતે અમૃતા ધવને પણ અનેક ટ્વિટ પર ટિપ્પણી કરી છે. મામલો પ્રકાશમાં આવ્યા બાદ ગૌતમ બુધ્ધ નગર પોલીસ પણ સક્રિય થઇ ગઇ છે. પોલીસ વતી, મહિલા બાબતોનાં ડેપ્યુટી કમિશનર વૃંદા શુકલાએ ટ્વીટ કર્યું છે. વૃંદા શુકલાએ ટ્વીટમાં લખ્યું છે કે, ગુરુવારે આખી દ્યટના દરમિયાન તે પોતે સ્થળ પર હાજર હતા. અનેક મહિલા પોલીસકર્મીઓ ફરજ પર હાજર હતી. નોઇડા પોલીસે આ પ્રકારનું કોઈ કૃત્ય કર્યું નથી જે મહિલાની ગૌરવની વિરુદ્ઘ હોય.

(4:01 pm IST)