Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભારતીય ચલણી નોટો પર કરન્‍સી ટ્રેડમાર્કમાં ગાંધીજીનો જે ફોટો છે તે કલકત્તાના વાઇસરોય હાઉસની મુલાકાત વખતનોઃ ફોટામાંથી પૂજ્‍ય બાપુનો ચહેરો પોટ્રેટના રૂપમાં ભારતીય નોટો પર અંકિત કરવામાં આવ્‍યો

નવી દિલ્હી: મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી અથવા પછી બાપૂના નામથી બોલાવો, ગાંધી જયંતિ પર રાષ્ટ્રપિતાને જરૂર યાદ કરવામાં આવે છે. એવામાં તેમની કેટલી રોચક કહાની તમારે જરૂર જાણવી જોઇએ. એ પણ જાણવું જોઇએ કે મહાત્મા ગાંધી જ તે વ્યક્તિ છે, જેમનો ફોટો ભારતીય કરન્સીના ટ્રેડમાર્કના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમની આ તસવીર આવી ક્યાંથી... અને કેમ દેશની સરકાર અને આરબીઆઇએ મહાત્મા ગાંધીના જ ફોટાનો ઉપયોગ કર્યો?

કરન્સી ટ્રેડમાર્ક છે મહાત્મા ગાંધી

ભારતીય કરન્સી પર ગાંધીજીનો ફોટો અંકિત છે. દેસી કાગળ પર છપાતી નોટો પર પણ આ જ ફોટો અંકિત છે. આ આપણી કરન્સીનો ટ્રેડમાર્ક પણ છે. પરંતુ સવાલ એ થાય છે કે ગાંધીજીની આ ફોટો ક્યાંથી આવ્યો, જે ઐતિહાસિક અને હિંદુસ્તાનની કરન્સીનો ટ્રેડમાર્ક બની ગયો. જોકે આ ફક્ત પોટ્રેટ ફોટો નથી, પરંતુ ગાંધીજીનો જોઇન્ટ ફોટો છે. આ ફોટામાંથી ગાંધીજીનો ચહેરો પોટ્રેટના રૂપમાં લેવામાં આવ્યો.

ક્યાંથી આવ્યો આ ફોટો

આ ફોટો તે સમયે પાડવામાં આવ્યો હતો, જ્યારે ગાંધીજી તત્કાલીન બર્મા અને ભારતમાં બ્રિટીશ સેક્રેટરીના રૂપમાં કાર્યરત ફ્રેડરિક પેથિક લોરેન્સની સાથે કલકત્તા સ્થિત વાયસરાય હાઉસમાં મુલાકાત લીધી હતી. આ ફોટામાંથી ગાંધીજીનો ચહેરો પોટ્રેટના રૂપમાં ભારતીય નોટો પર અંકિત કરવામાં આવ્યો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયએ કર્યા ફેરફાર

આજે આપણે ભારતીય નોટો પર ગાંધીજીનું ચિત્ર જોઇ રહ્યા છીએ, જ્યારે આ પહેલાં નોટો પર અશોક સ્તંભ અંકિત હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 1996માં નોટોમાં પરિવર્તન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેના અનુસાર અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનો ફોટો અને અશોક સ્તંભનો ફોતો નોટની જમણી નીચેલા ભાગ પર અંકિત કરવામાં આવ્યો. અત્યાર સુધી 5 રૂપિયાથી માંડીને 1 હજાર સુધીની નોટોમાં ગાંધીજીનો ફોટો જોવા મળે છે. આ પહેલાં 1987માં જ્યારે પહેલીવાર 500ની નોટ ચલણમાં આવી તો તેમાં ગાંધીજીના વોટરમાર્કનો ઉપયોગ કરવામાં આવ્યો. સન 1996 બાદ દરેક નોટમાં ગાંધીજીનું ચિત્ર અંકિત થયું.

ફક્ત 1 રૂપિયાની નોટ ઇશ્યૂ કરે છે સરકાર

કરન્સી ઓફ ઓર્ડિનેન્સના નિયમાનુસાર એક રૂપિયાની નોટ ભારત સરકાર દ્વારા જ્યારે બે રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીની કરન્સી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવતી હતી. હાલમાં બે રૂપિયાનું ઉત્પાદન બંધ છે, પરંતુ જૂની નોટો હજુ પણ ચલણમાં છે.

મહાત્મા ગાંધી પહેલાં કિંગ જોર્જનો ફોટો

આ પહેલાં સુધી નોટો પર કિંગ જોર્જનો ફોટો અંકિત હતો. ભારતીય રૂપિપો 1957 સુધી 16 આનામાં રહ્યો. ત્યારબાદ એક રૂપિયાનું નિર્માણ 100 પૈસામાં કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીવાળી કાગળની નોટોની શરૂઆત 1996થી શરૂ થઇ, જે અત્યાર સુધી ચલણમાં છે.

અશોક સ્તંભવાળી નોટ આવી

ઉપર કિંગ જોર્જનો ફોટાવાળી નોટ અને ત્યારબાદ ચલણમાં આવી અશોક સ્તંભવાળી 10 રૂપિયાની નોટ. અત્રે નોંધનીય છે કે ભારતીય નોટોના આગળના ભાગમાં અંકિત ચિત્ર એક સમાન હોય છે, પરંતુ પાછળના ભાગ પર અલગ-અલગ.

(4:49 pm IST)