Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હાથરસમાં રેપકાંડની પીડીતા દલિત યુવતીના ઘર પાસે 200 પોલીસનો બંદોબસ્ત : પીડિતા ના પરિવારના ફોન ઝૂંટવી ને સ્વીચ ઓફ કરી દીધા : મીડિયા સાથે પણ પોલીસની ગેરવર્તુણક પીડિટના ભાઈ ખેતર રસ્તે આવીને વ્યથા ઠલાવી

હાથરસઃ યુપીના હાથરસમાં રેપકાંડની  પીડીતાના ઘરને 200 પોલીસ કર્મીઓ બંદોબસ્ત રાખી દીધો છે.અને પરિવારજનોના ફોન લઇ સ્વીચ ઓફ કરી દીધા છે.

પીડિતાના ભાઇએ ખેતર રસ્તે બરોબર મીડિયા સાથેની વાતચીતમાં પોતાની વ્યથા ઠાલવીને જણાવ્યું કે,

200 પોલીસ વાળાએ તેમના ઘરને ઘેરી લીધું છે. પરિવારના કોઇ પણ સભ્યને બહાર જવા દેવામાં આવતા નથી. મારા પિતાને પણ માર મારી કહ્યું કે મીડિયા સાથે વાત નહીં કરવાની, અમારા બધાના ફોન લઇ સ્વીચ ઓફ કરી દેવાયા છે. હું ગમે તેમ કરીને ખેતરના રસ્તે બહાર આવી ગયો છું.”

હાથરસમાં કવરેજ માટે ગયેલા ન્યૂઝ ચેનલોના મીડિયા કર્મીઓને પણ પોલીસનો કડવો અનુભવ થઇ રહ્યો છે. એક નેશનલ ન્યૂઝ ચેનલની ટીમને પોલીસે પીડિતાના ગામમાં જતા અટકાવી દેવાઇ હતી. તેમને બળજબરીથી ગાડીમાં બેસાડી દેવાયા હતા. સાથે કેમેરાના વાયર પણ કાઢવાની કોશીશ કરી હતી.

પોલીસે જગ્યા-જગ્યાએ બેરીકેડ મૂકી દીધા છે. દરેક રસ્તા પર નાકાબંધી કરી દેવાઇ છે. મીડિયા સહિત કોઇ પણ બહારની વ્યક્તિને ગામમાં જવા દેવામાં આવતી નથી.

(8:59 pm IST)