Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હાથરસમાં પોલીસની બેશરમી એ હદ વટાવી : મહિલા સાંસદ ના બ્લાઉસ પકડીને લાઠી ચાર્જ કર્યો : રેપ કાંડ ની પીડિતાના પરિવાર ને મળવા આવેલ ટી એમ સીના મહિલા સાંસદ અને કાર્યકરો એ પોલીસે અટકાવતા ઝપાઝપી થયેલ

હાથરસ  : યુપી પોલિસે બેશરમીની હદ વટાવીને રેપકાંડની પીડીતાને મળવા આવેલ મહિલા સાંસદના બ્લાઉસ પકડીને લાઠી ચાર્જ કરીને ધક્કો મારીને પછાડી દીધા હતા

યુપીના હાથરસમાં 19 વર્ષીય દલિત યુવતી પર ગેંગરેપનો મામલો હવે વધુને વધુ રાજકીય સ્વરુપ લઇ રહ્યું છે. શુક્રવારે પીડિતાના પરિવારને મળવા માગતા TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન અને તેમના કાર્યકરોને પણ પોલીસે અટકાવ્યા હતા. ગઇકાલની જેમ ઝપાઝપી થતાં બ્રાયનને પણ પોલીસે ધક્કો મારતા તેઓ જમીન પર પડી ગયા હતા. મીડિયામાં આરોપ થઇ રહ્યો છે કે યુપા પોલીસ હવે જોહુકમી કરી રહી છે. એટલે સુધી કે મીડિયા કર્મીઓને પણ હાથરસ જવા દેવામાં આવી રહ્યા નથી.

ગુરુવારની રાહુલ ગાંધીને કમાન્ડોની હાજરીમાં ધક્કો મારી જમીન પર પાડવાની ઘટના અને પ્રિયંકા ગાંધી સાથે તેમની ધરપકડ બાદ હાથરસ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ બહુ સતર્ક થઇ ગઇ છે. કારણ કે હવે આ મુદ્દો બહુ સંવેદનશીલ બની ગયો છે. હાથરસમાં પીડિચાનું ગામ પોલીસ છાવણીમાં ફરવાયું

પોલીસે હાથરસમાં કલમ 144નું કડક અમલ શરુ કરી દીધું છે. આ કલ 31 ઓક્ટોબર સુધી અહીં લાગુ રહેશે. પીડિતાનું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું. બહારના કોઇને પણ અહીં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. મીડિયા કર્મીઓ પણ તેમાં બાકાત નથી. જિલ્લાની તમામ બોર્ડર સીલ કરી દેવાઇ છે. દરેક માર્ગ બંધ કરી દેવાયા છે.

શુક્રવારે તૃણમુલ કોંગ્રેસ ( TMC)ના સાંસદો સાથે પણ ગઇકાલની જેમ પોલીસે ધક્કામુકી કરી હતી. જેમાં MP ડેરેક ઓ બ્રાયન જમીન પર પટકાઇ ગયા હતા. જ્યારે મહિલા તૃણમુલ સાંસદ મમતા ઠાકુર સાથે પણ પોલીસે ગેરવર્તણુક કરી હતી. પોલીસ ટીએમસી પ્રતિનિધિ મંડળને ગામમાં પ્રવેશતા અટકાવી રહી હતી. મમતા ઠાકુરે પોતાની સાથેને દુર્વ્યવહાર અંગે જણાવ્યું કે અમે પીડિતાના પરિવારને મળવા તેના ગામમાં જઇ રહ્યા હતા. પરંતુ અમને પરવાનગી આપવામાં આવી નહીં. ઉલટાનું મહિલા પોલીસ કર્મીઓએ અમારા બ્લાઉઝ પકડી લીધા અને અન્ય TMC મહિલા સાંસદ પ્રતિમા મંડળ પર લાઠીચાર્જ કર્યો, જેથી તેઓ નીચે પડી ગયાં હતાં. આ બહુ જ શરમજનક છે.

દરમિયાન સમાજવાદી પક્ષ અને કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળઓએ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. હવે યુપી શિવસેનાનાનું પ્રતિનિધિ મંડળ હાથરસ જવાનો પ્રયાસ કરશે. શિવસેનાના પ્રદેશ પ્રમુખ અનિલ સિંહે જાહેરાત કરી કે તેઓ પીડિતાના પરિવારને મળવા પુરો પ્રયાસ કરશે.નોંધનીય છે કે 4 લોકો દ્વારા કથિત ગેંગરેપ બાદ ગંભીર ઘાયલ 19 વર્ષીય દલિત યુવતીનું થોડા દિસ પહેલાં મોત થઇ ગયું. ત્યાર બાદથી રાજકારણ ગરમાયું છે. જોકે યુપી પોલીસ યુવતી પર રેપની વાત જ નકારી રહી છે.

(8:34 pm IST)