Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ગુજરાતની રાજકીય આલમમાં ખળભળાટ : 50થી વધુ ધારાસભ્યો અને સાંસદોની વધી શકે છે મુશ્કેલીઓ : સુપ્રીમ કોર્ટે તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચાલવવા કર્યો આદેશ : ગુજરાતના 50થી વધુ વિધાનસભ્યો અને સાંસદો સામે 90 થી વધુ કેસ

સુપ્રીમ કોર્ટે રાજ્યના ધારાસભ્યો અને સાંસદોને આપ્યો ઝટકો : રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રારએ લિસ્ટ કર્યુ જાહેર : લિસ્ટમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, પુરસોત્તમ સોલંકી, હકૂભા જાડેજા, મેરામણ ગોરીયા, દેવજી ફતેપરા, કાંધલ જાડેજા, લલિત વસોયા સહિત અનેક નામ : પુરુલિસ્ટ જોવા અહી ક્લિક કરો

નવી દિલ્હી : ગુજરાતની રાજકીય આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 50થી વધુ ધારાસભ્યો અને સાંસદોની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે રાજ્યના તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચાલવવા કર્યો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. ગુજરાતના 50થી વિધાનસભ્યો અને સાંસદો સામે 92 થી વધુ કેસ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત હાઇકોર્ટ એ સુપ્રીમકોર્ટના આદેશ બાદ જીલ્લાની તમામ કોર્ટોમાં ઝડપી કેસ ચલાવવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે જારી કરેલા સાંસદ અને ધારાસભ્યો સામે થયેલ કેસો નો ચોંકાવનારો આંકડો આવ્યો સામે આવ્યો છે. ક્રિમિનલ કેસો ચાલતા હોવાના લિસ્ટમાં ધારાસભ્યો અને સાંસદો સામે 92 કેસો હોવાનો ખુલાસો થયો છે. 50 થી વધુ ધારાસભ્યો અને સાંસદોનો લિસ્ટમાં નામ સાથે સમાવેશ થાય છે. 

સુપ્રીમ કોર્ટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિધાનસભ્યો અને સાંસદો સામેની કાયદાકીય કાર્યવાહી ઝડપી કરવા વિવિધ રાજ્યોની 24 હાઇકોર્ટને આદેશ આપ્યો છે. તેના પગલે ગુજરાતમાં આ પ્રકારના કેસો ધરાવતા 50 જેટલા વિધાનસભ્યોની તકલીફો વધી શકે છે. આ સિવાય કેટલાક સાંસદોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના આ વિધાનસભ્યો અને સાંસદો સામે 92થી પણ વધારે કેસો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી હાઇકોર્ટના રજિસ્ટ્રારે આ વ્યક્તિઓના નામ જાહેર કર્યા છે. તેમા છોટુ વસાવા અને કાંધલ જાડેજાનું પણ નામ છે. તેની સામે કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે પણ કેસ નોંધાયેલો છે.

સુપ્રીમ કોર્ટમાં ન્યાયામૂર્તિ એન.વી. રમણાની આગેવાની હેઠળની બેન્ચે જાહેર હિતની અરજીની સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. તેમા ગુનાહિત કેસોમાં દોષિત રાજકારણીઓ પર ચૂંટણી લડવાથી લઈને આજીવન પ્રતિબંધની વાત છે. તેની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ રમણાએ જણાવ્યું હતું કે ધારાસભ્યોના પ્રભાવના લીધે ઘણા કેસો પ્રારંભિક તબક્કે જ પેન્ડિંગ છે. કેટલાક કેસમાં તો એફઆઇઆર જ દાખલ કરાઈ નથી. વળી આવા વગ ધરાવતા નેતાઓના તપાસમાં પણ ઢીલું વલણ અપનાવાય છે

સુપ્રીમ કોર્ટે માર્ચ 2020માં તમામ 24 હાઇકોર્ટને આદેશ આપ્યો હતો કે વર્તમાન તેમજ પૂર્વ સાંસદો તેમજ ધારાસભ્યો સામે પેન્ડિંગ ફોજદારી કેસોની માહિતી આપવામાં આવે. 2,556 કેસોમાં સીટિંગ ધારાસભ્ય આરોપી તરીકે છે. 2,352 કેસની સુનાવણીમાં હાઇકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ દ્વારા જ મનાઈહુકમ અપાયો છે. સંડોવાયેલા ધારાસભ્યો એક કરતાં વધુ કેસમાં આરોપીઓ તરીકે હોવાના લીધે કુલ કેસની સંખ્યા વધારે છે.

સુપ્રીમ કોર્ટે આ કેસોમાં નિર્ણય લેવાની પ્રક્રિયા વધારે ઝડપી બનાવવા પર સૂચન કર્યુ છે અને તે તેની પ્રક્રિયાઓ પર ધ્યાન આપશે. હંસરિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ફક્ત ચાર હાઇકોર્ટે જ આ અંગેની માહિતી આપી છે. કોર્ટે બાકીની બધી હાઇકોર્ટને ભ્રષ્ટાચારના કેસોનો વિશેષ ડેટા આપવા જણાવ્યું છે.

(10:11 pm IST)