Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હાથરસમાં આરોપીની તરફેણમાં ધરણા પર સવર્ણ પંચાયત : સીટ તપાસ નિષ્પક્ષ રીતે કરવા માંગ : બાળકો દોષિત હોય તો સજા અવશ્ય થવી જ જોઇએ : મેડીકલ રીપોર્ટ પછી આરોપી પરિવારને ન્યાય અપાવવા સવર્ણ લોકો ધરણા પર : સીબીઆઇ તપાસની માંગ

નવી દિલ્હી :  હાથરસમાં આરોપીની તરફેણમાં ધરણા પર સવર્ણ પંચાયત બેઠી છે. તેઓએ સીટ તપાસ નિષ્પક્ષ રીતે કરવા માંગણી કરી છે. જો બાળકો દોષિત હોય તો સજા અવશ્ય થવી જ જોઇએ. મેડીકલ રીપોર્ટ સામે આવ્યા પછી આરોપી પરિવારને ન્યાય અપાવવા સવર્ણ લોકો ધરણા પર બેઠા છે. તેઓએ સીબીઆઇ તપાસની પણ માંગ્ણી કરી છે. આ અંગેની વધુ વિગત જોઇએ તો હાથરસમાં ધરણા પર બેઠેલા સ્વર્ણ લોકોનું કહેવું છે કે એસઆઈટી તપાસ નિષ્પક્ષ રીતે થવી જોઇએ. જો અમારા બાળકો દોષિત છે તો સજા જરૂર થવી જોઇએ.

પ્રદર્શનકારીઓનું પણ કહેવું છે કે કેસમાં કોઈ નિર્દોષ ના ફસાવવો જોઇએ અને દોષિત બચવો ના જોઇએ. હાથરસમાં પીડિતાના ગામ બુલગડીથી લગભગ 5 કિલોમિટરના અંતરે બઘના ગામમાં સ્વર્ણ સમાજના લોકોની આજે પંચાયત મળી હતી. જેમાં સ્વર્ણ સમાજના લોકો આરોપીઓના સમર્થનમાં છે. તેમનું કહેવું છે કે કેટલીક રાજકીય પાર્ટીઓ પોતાના સ્વાર્થ માટે આ કેસમાં આગમાં ઘી નાંખવા જેવું કામ કરી રહી છે. લોકોનું કહેવું છે કે હકીકત બહાર આવવી જોઇએ.

પંચાયતમાં કહેવામાં આવ્યું છે કે યુવતીની મા અને ભાઈની પૂછપરછ કરવામાં આવે તો હકીકત સામે આવશે. જેમ તેમણે બાળકો પર આરોપ લગાવ્યા, તેઓ પાણી પીવડાવી રહ્યા હતા અને ઉલ્ટાનું તેમના પર જ આરોપ લગાવી રહ્યા છે. પોલીસ કેસમાં યોગ્ય રીતે તપાસ નથી કરી રહી. આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઇએ. હાથરસના ગામ બઘનામાં ક્ષત્રિય મહાસભાની બેઠક ખતમ થયા પછી ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષે જણાવ્યું કે જો બાળકો દોષી છે તો ફાંસી થવી જોઇએ. જો નિર્દોષ છે તો તેમને છોડી દેવામાં આવે.

દરમિયાન પોલીસે પીડિતાના ઘરની ઘેરાબંદી કરી છે. કોઇને ત્યાંથી નિકળવા દેવામાં નથી આવી રહ્યું. આજે પીડિતાના એક ભાઈ ખેતરના રસ્તે પોલીસકર્મીઓથી બચી ગામની બહાર મીડિયાકર્મીઓ પાસે આવ્યો અને તેણે આખી કહાણી વર્ણવી કરી. તેણે જણાવ્યું કે પરિવારને ધમકાવવામાં આવી રહ્યું છે.

તેણે સંદેશ પણ આપ્યું કે તેની ભાભી મીડિયાને મળવા માંગે છે અને કાલે ડીએમે તેના મોટા પપ્પાની છાતી પર લાત મારી હતી. તે મીડિયા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે જ પોલીસકર્મીઓની નજર તેના પર પડી ગઇ હતી જેથી તે ખેતરના રસ્તે ત્યાંથી નિકળી ગયો હતો.

(10:28 pm IST)