Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પારસીઓ અગિયારીમાં જઇને પ્રાર્થના કરી શકશે : બોમ્બે હાઇકોર્ટ

સોશ્યલ મીડીયા દ્વારા એપોઇન્ટમેન્ટ લઇને આવવું પડશે : એક સાથે છ વ્યકિતને જ અગિયારીમાં પ્રવેશની છૂટ

મુંબઇ,તા. ૩: પારસી સમુદાયની અરજી સંદર્ભે મુંબઇ હાઇકોર્ટે તેમના સમુદાયના સભ્યોને મલાબાર હીલ ખાતેથી એક જ અગિયારીમાં પ્રાર્થના કરવા જવાની છૂટ આપી છે. પણ હાઇકોર્ટે એમ પણ કહ્યું છે કે અગિયારીમાં એક સમયે છ વ્યકિત પ્રર્વેશી શકશે અને તે પણ સોશ્યલ મીડીયા દ્વારા એપોઇન્ટમેન્ટ લીધા પછી.

રમેશ ધાનુકા અને માધવ જામદારની બેંચે પારસી સમુદાયને ગુરૂવારે તેમની વાર્ષિક પ્રાર્થના ફરવરદિયાન કેમ્પસ કોર્નરના ડુંગરવાડીમાં આવેલ અગિયારીમાં કરવાની છૂટ આપી છે.

બોમ્બે પારસી પંચાયતના એક ટ્રસ્ટી દ્વારા વાર્ષિક પ્રાર્થના માટે છૂટ આપવાની માંગણી કરતી અરજીની સુનાવણી બેંચમાં કરાઇ હતી. ટ્રસ્ટે બેંચને ખાતરી આપી હતી કે સોશ્યલ ડીસ્ન્ટનસીંગ અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ ગાઇડ લાઇન્સનું તેઓ સંપૂર્ણ પણે પાલન કરશે.

બીપીપી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ અંગેની અરજી મહારાષ્ટ્ર સરકારે આ પહેલા નકારી કાઢતા ટ્રસ્ટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ટ્રસ્ટે એક સોગંદનામા તે કોઇ પણ પ્રકારના દિશા નિર્દેશો કે સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ નહીં કરે તેવું જણાવ્યું છે.

(2:43 pm IST)