Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

બાળકો માટે જોખમરૂમ બની ગયું છે ફેસબુક

ફ્રેન્ડલીસ્ટમાં રહેલા અજાણ્યા મિત્રો બાળકોની વિચારક્ષમતા પર કરે અસર

નવી દિલ્હી, તા. ૩ : ફેસબુક પર અજાણ્યા મિત્રો બાળકો માટે જોખમરૂમ બનતા જાય છે. હાલમાં થયેલા એક અભ્યાસ અનુસાર, ફેસબુક પર સક્રિય મોટાભાગના બાળકોના ફ્રેન્ડલીસ્ટમાં દર ત્રણમાંથી એક ફ્રેન્ડ અજાણ્યો છે. બાળકો સામાન્ય રીતે સુરક્ષા સેટીંગ બાબતે જાગૃત નથી હોતા તેનો ફાયદો ઉઠાવીને અજાણ્યા મિત્રો તેમની સુરક્ષા અને માનસિક આરોગ્ય માટે જોખમ બની રહ્યા છે. આ લોકોને રોકવા માટે ફેસબુકે પણ અત્યાર સુધી કોઇ ખાસ પહેલ નથી કરી.કંપનીએ નીતિ બનાવેલ છે કે ૧૩ વર્ષથી નીચેના બાળકો પોતાનો પ્રોફાઇલ ન બનાવી શકે પણ ખોટી જન્મ તારીખ નાખીને બાળકોના પ્રોફાઇલ બનાવી લેવાય છે. તેના દ્વારા ગુનાહિત પ્રવૃતિ ધરાવતા લોકો બાળકો સાથે વાતો કરતા રહે છે. તેમની પસંદ-નાપસંદ વગેરે જાણે છે અને ઘણા કિસ્સાઓમાં તેમને સૂચનો પણ આપે છે. ઘણા અભ્યાસોમાં જાહેર થયું છે કે દુનિયાભરના તમામ દેશોમાં બાળકો યૌન હિંસાનો શિકાર બને છે. દ્વારા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ) એ પ હાલમાં ૧પ અલગ અલગ શહેરોમાં ૧૧૦૦૦ બાળકો પર અભ્યાસ કર્યો. બેંગ્લોર, કોઇમ્બતુર, કોલકતા, લખૌન, ભુવનેશ્વર જેવા શહેરોમાં કરાયેલ આ અભ્યાસમાં ૮થી૧ર ધોરણના બાળકોને સામેલ કરાયા હતા. અભ્યાસ દરમ્યાન ટીમને જાણવા મળ્યું કે ફેસબુક પર સક્રિય બંગ્લોરના દરેક બાળકના ફ્રેન્ડલીસ્ટમાં દર ત્રીજા વ્યકિત અજાણી હોય છે જેના વિષે તે કંઇ નથી જાણતું હોતું. તો કોઇમ્બતુર, લખનૌ જેવા શહેરોમાં પ૦ ટકા દોસ્તો ફ્રેન્ડલીસ્ટમાં અજાણ્યા હોય છે.

(3:52 pm IST)