Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

'ખેડૂત આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમઃ અમરિન્દર

ગૃહમંત્રી અમિતભાઇ શાહને મળ્યા પંજાબના CM

નવી દિલ્હી, તા.૩: કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો માટે આજનો દિવસ મહત્વનો છે. કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે ખેડૂતોની વાતચીત હાલ ચાલુ છે. આ બધા વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે મુલાકાત કરી. અત્રે જણાવવાનું કે ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યાં. પંજાબ સહિત દેશના અનેક રાજયોના ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

ખેડૂત આંદોલન પર વાતચીત માટે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને મળવા માટે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા. અમરિન્દર સિંહે શાહ સાથે મુલાકાત બાદ કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ચાલુ છે. તેમાં મારે કશું કરવાનું નથી. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે. મેં શાહ સાથેની મુલાકાતમાં મારો વિરોધ વ્યકત કર્યો છે અને આ મુદ્દે જલદી ઉકેલ લાવવાની માગણી કરી છે. આ સમસ્યાનું જલદી સમાધાન થવું જોઈએ કારણ કે તેનાથી મારા રાજયની આર્થિક સ્થિતિ અને દેશની સુરક્ષાને જોખમ છે.

કૃષિમંત્રી બોલ્યા પરિણામની આશા

આ બાજુ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રભાઇ સિંહ તોમરે કહ્યું કે સરકાર સતત ખેડૂતો સાથે વાત કરી રહી છે. આજે ચોથા રાઉન્ડની વાતચીત છે. અમને કઈંક સકારાત્મક પરિણામની આશા છે.

(3:17 pm IST)