Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સાવધાન... કોરોનાની સાથે હવે ટી.બી.પણ ફેલાઇ રહ્યો છે

ડોકટરો માટે આવા દર્દીને સાજો કરવો મુશ્કેલ

અમદાવાદ, તા.૩: રાજયમાં જીવલેણ કોરોના વાયરસમો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ વડોદરામાં કોરોનાના વધતા કેસની વચ્ચે ડોકટરો માટે નવી ચિંતા ઉભી થઇ છે. કેટલાક દર્દીઓ કોરોનાની સાથે ટી.બી.ની બીમારીના પણ શિકાર બની રહ્યા છે. કોરોના વાઇરસથી ફેલાતો રોગ છે જયારે ટી.બી. બેકટેરીયાથી ફેલાય છે એટલે આવા દર્દીને સાજો કરવા માટે તબીબે બે મોરચે લડવુ પડી રહ્યું છે.

આ અંગે વાત કરતા એસએસજી હોસ્પિટલના કોવિડ કોર્ડિનેટર ડો.બેલીમે કહ્યું હતું કે શ્નવડોદરામાં કોરોનાની બીજી લહેર દરમિયાન એવું ધ્યાન ઉપર આવ્યુ છે કે કોરોનાના ૧૦ ટકા દર્દીઓ એવા આવી રહ્યા છે જેમને કોરોના સાથે ટી.બી. પણ હોય છે. આ એવા દર્દીઓ છે કે જેમને અગાઉ ટી.બી. નહોતો પરંતુ કોરોનાની સારવાર દરમિયાન જ ખબર પડી કે ટી.બી. થયો છે. કોરોનાની પ્રથમ લહેરમાં પણ આવા દર્દીઓ આવતા હતા પરંતુ તેની સંખ્યા માંડ એક કે બે ટકા હતી. બીજી લહેરમાં તે ૧૦ ટકા એટલા માટે છે કે હવે ઠંડી મોસમ છે અને આ મોસમમાં ટી.બી. ફેલાય છે.

ડો.બેલીમે ઉમેર્યુ હતુ કે શ્નબન્ને રોગ ફેફસાના છે. બન્ને રોગના લક્ષણો લગભગ મળતા આવે છે. ફરફ ફકત એટલો છે કે કોરોનામાં સુકી ખાંસી હોય છે જયારે ટી.બી.માં કફના ગળફા નીકળે છે. ડોકટરો માટે આવા દર્દીને સાજો કરવો મુશ્કેલ એટલા માટે બને છે કે ફેંફસામાં એક સાથે વાઇરલ અને બેકટેરિયલ એમ બે ઇન્ફેકશનથી ફેંફસાની તાકાત દ્યટી જાય છે, દર્દીની રોગ પ્રતિકારક શકિત દ્યટી જાય છે અને એન્ટી બેકટેરિયલ તથા એન્ટિ વાયરલ એમ બે પ્રકારની સારવાર કરવી પડે છે.

એસએસજી હોસ્પિટલમાં અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે જો કોરોનાના દર્દીમાં ટી.બી.ના લક્ષણ દેખાય તો તેને કોરોના વોર્ડમાંથી ટી.બી.વોર્ડમાં લઇ જવાતો હતો અને ત્યાં તેના ગળફાનું પરિક્ષણ થયા બાદ નીદાન થતુ હતુ કે દર્દીને ટી.બી. છે કે નહી. આ વ્યવસ્થામાં કોરોનાના દર્દીને ટી.બી. વોર્ડમાં લઇ જવાથી ત્યાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ડર રહેતો હતો. કોરોનાની બીજી લહેરમાં આવા દર્દીઓની સંખ્યા વધવા લાગતા એસએસજી હોસ્પિટલ દ્વારા કોવિડ વોર્ડમાં જ શ્નકફ કોર્નરલૃની શરૂઆત કરવામાં આવી છે એટલે કોરોનાના દર્દીઓનું ટી.બી.સંબંધીત પરિક્ષણ કોવિડ વોર્ડમાં જ હવેથી થશે.

(3:45 pm IST)