Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

૫૦ રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસનો બાટલો

પાંચ મહિના બાદ પહેલીવાર સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરનો ભાવ વધારો થયો

નવી દિલ્હી, તા.૩: સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે. IOCએ ડિસેમ્બર માટે ગેસના ભાવ જાહેર કરી દીધા છે. સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરની કિંમત દેશભરમાં ૫૦ રૂપિયા વધારી દેવામાં આવી છે. પાંચ મહિના બાદ પહેલીવાર સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરનો ભાવ વધારો થયો છે.

આ છે તમારા શહેરમાં એલપીજીના નવા ભાવ

આઇઓસીની વેબસાઇટ અનુસાર વધારા સાથે જ ૧૪.૨ કિલોગ્રામવાળા સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરના ડિસેમ્બર માટે દિલ્હીમાં ૬૪૪ રૂપિયા થઇ ગયા છે, જે પહેલાં ૫૯૪ રૂપિયા હતા. કલકત્ત્।ામાં પણ તેનો ભાવ વધીને હવે ૬૭૦.૫૦ પૈસા થઇ ગયો છે. જે પહેલાં ૬૩૦.૫૦ હતો. મુંબઇમાં સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરનો ભાવ ૫૯૪ રૂપિયાથી વધીને ૬૪૪ રૂપિયા થઇ ગયો છે.

૧૪.૨ કિલોવાળો સિલિન્ડર

 

 

શહેર

જૂનો ભાવ

 નવો ભાવ

દિલ્હી

૫૯૪

૬૪૪

મુંબઇ

૫૯૪

૬૪૪

કોલકત્તા

૬૨૦.૫૦

૬૭૦.૫૦

ચેન્નઇ

૬૧૦

૬૬૦

કોમર્શિયલ સિલિન્ડર પણ ૫૬ રૂપિયા મોંદ્યો

૧૯ કિલોગ્રામ LPG સિલિન્ડર

શહેર

ભાવ

દિલ્હી

૧૨૯૬

મુંબઇ

૧૨૪૪

કલકત્તા

૧૩૫૧

ચેન્નઇ

૧૪૧૦.૫૦

LPG ગેસ સિલિન્ડરના ભાવ ઓઇલ કંપનીઓ દર મહિને નક્કી કરે છે. તે પહેલાં જુલાઇ મહિલામાં ઓઇલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકારે કોરોના મહામારીના લીધે ઘરેલૂ એલપીજી ગેસ સિલિન્ડર પણ આપ્યા ન હતા. જેથી સરકારે સીધે સીધા ૨૦ હજાર કરોડ રૂપિયાની બચત થઇ હતી.

(3:46 pm IST)