Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

બીસીસીઆઈની મેડીકલ ટીમનો મેમ્બરને કોરોના પોઝીટીવ:અત્યાર સુધી IPLના 14 સભ્યો સંક્રમિત

ચેન્નઇ સુપર કિંગ્સના બે ખેલાડીઓ સહિત 13 સભ્ય બાદ વધુ એક સભ્ય કોરોનાની ઝપટે

 

ગત અઠવાડીયા દરમ્યાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના બે ખેલાડીઓ સહિત 13 સભ્ય કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. યુએઈમાં સામે આવેલા કેસોની સંખ્યા હવે 14 જેટલી થવા પામી છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી યુએઈ પહોંચેલી મેડીકલ ટીમના એક સભ્યને કોરોના પોઝિટીવ હોવાનું પણ સામે આવ્યુ છે. વાતની જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે જોડાયેલા સુત્રો દ્વારા સામે આવી છે.

  શરુઆતમાં સીએસકેના 13 સભ્યોને કોરોના પોઝિટીવ હોવાની ચોંકાવનારી બાબત સામે આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મુશ્કેલી અનુભવી રહ્યુ હતુ. યાં હવે ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મેડીકલ ટીમના સભ્ય કોરોનાની ઝપેટમાં આવતા પરેશાની વધી ચુકી છે. આટલુ નહીં પરંતુ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીના પણ બે સભ્યો પણ કોરોના સંક્રમિત મળ્યા છે. બોર્ડના સુત્રો દ્વારા જાણકારી મળી આવી હતી કે પોતાની ટીમના સભ્યને કોરોના પોઝિટીવ છે.

 બીસીસીઆઈ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યુ છે કે, મેડીકલ ટીમના સભ્યને કોરોના પોઝિટીવ હોવાની વાત સાચી છે, પરંતુ કોઈ મુદ્દો નથી કારણ કે સિનીયર મેડીકલ ઓફીસર સંક્રમિત થયા છે. પરંતુ તેમને આઈસોલેશનમાં રાખી દેવામાં આવ્યા છે. તેઓ કોઈના સંપર્કમાં નથી રહ્યા અને તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આશા છે કે હવે પછી તેમના કોરોના અંગેના પરીક્ષણમાં તેઓનો રીપોર્ટ નેગેટીવ આવી જાય.

(12:51 am IST)