Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

પૃથ્વી પર પહોંચ્યા એલિયન? વનવગડામાં વિશાળ ચાંદીનો થાંભલોઓ દેખાતા સમગ્ર વિશ્વમાં ચકચાર

અમેરિકાના ઉટાહના રણમાં અચાનક દેખાયેલો ભેદી થાંભલો ત્યાંથી ગુમ થયા બાદ તેનાથી 9500 કિલોમીટર દૂર યુરોપના રોમાનિયામાં દેખાયો ; ત્યાંથી પણ ગણતરીના કલાકોમાં ગાયબ :હવે ફરીથી તે અમેરિકામાં દેખાયો છે પણ અલગ જ સ્થળે!

અમેરિકાના વિરાન અને અનંત એવા ઉટાહના રણમાં આકાશી ખાલીપાને ખૂંદી રહેલાં હેલિકોપ્ટરના ક્રૂએ અચાનક નીચે આંજી નાખી તેવી ઝગમગતી ચીજ જોઈ અને નીચે ગયા તો તેમને મળ્યો રહસ્યમયી, ભેદી, ચકરાવે ચઢાવતો, સંભવતઃ સ્ટીલનો બનેલો થાંભલો. આ હેલિકોપ્ટર ક્રૂના સભ્યોએ સમજી ન શક્યા કે આ વિરાન રણમાં સાવ આવી ભેંકાર જગ્યાએ કોઈએ બબ્બે માથોડા ઊંચો આ થાંભલો અહીં શા માટે લગાવ્યો છે. કોઈ એનું કારણ આપી શકે એમ ન હતું. આ ક્રૂએએ વિસ્મયકારક થાંભલાની ફોટોગ્રાફી કરી તેને ઈન્ટરનેટ પર વહેતું કર્યું. ઈન્ટરનેટ પર આ ભેદી ઘટનાક્રમ આગની માફક વાયરલ થઈ ગયો. 

હજુ એની ચર્ચા ચાલતી જ હતી ત્યાં કોઈએ નવા ફોટોગ્રાફ ઈન્ટરનેટ પર મુક્યાં. આ વખતે ફોટોગ્રાફ હતાં એ જ થાંભલાને કોઈ હટાવી રહ્યું હતું. જે વ્યક્તિએ આ ફોટોગ્રાફ લઈ લીધાં એણે પ્રત્યક્ષ રીતે જોયા પ્રમાણે ચાર ભેદી વ્યક્તિઓએએ થાંભલાને કાઢીને ત્યાંથી લઈ ગયા. દરમિયાન કોઈની પણ ઓળખ છતી થઈ ન શકી. ચર્ચાનો દોર ચાલ્યો કે શું આ કોઈ એલિયન કે પછી એ પ્રકારના કોઈ ભેદી પ્રોજેક્ટનો ભાગ છે. આખરે શું કારણ હોય શકે કે આવો સ્ટીલનો લાગતો ધાતુનો બે માથોડા ઊંચો થાંભલો આવી રીતે રણ વચાળે કોઈ નાખી જાય અને પછી પાછો કાઢી પણ જાય. 

જો કે એની પણ ભાળ મળી શકી નહીં બધા કયાસ જ લગાવી રહ્યાં હતાં. કોઈએ ઈન્ટરનેટ પર લખ્યું કે આ થાંભલો એવો જ છે જેવો હોલિવૂડ મૂવી 2001: સ્પેસ ઓડિસીમાં દર્શાવાયો હતો. થાંભલો હેલિકોપ્ટરના ક્રૂએ જોયો એ સૌથી પહેલી ઘટના હતી. એ તારીખ હતી 18મી નવેમ્બરની. એ પછી થોડાક જ દિવસોમાં એ થાંભલો હટાવી લેવાયો અને ત્યાં જ નવો ફણગો ફૂટ્યો. નોર્થ અમેરિકાના ઉટાહના રણથી છેક યુરોપના મધ્યમાં આવેલાં રોમાનિયામાં એવો જ ધાતુનો એક થાંભલો દેખાયો એ પણ રહસ્યમય રીતે એક ભેંકાર જગ્યા પર અચાનક જ જોવા મળ્યો. હતો

ઘણાં બધાં લોકો આ સ્થળે પણ પહોંચીને તેનો ફોટોગ્રાફ ઈન્ટરનેટ પર મુકવા લાગ્યાં. હજું વધુ કંઈ બહાર આવે તે પહેલાં ત્યાંથી પણ થાંભલો ગાયબ થઈ ગયો. જી હા, રોમાનિયાના એ પર્વત પરથી પણ થાંભલો અચાનક અદ્રશ્ય થઈ ગયો. ત્યાં જ હવે સમાચાર મળી રહ્યાં છે કે, કેલિફોર્નિયાના પાઈન પર્વત પર એક વિરાન જગ્યાએ ફરી એક થાંભલો દેખાયો છે. પાઈન પર્વત પર પહોંચીને ઘણાં બધાં લોકોએ આ થાંભલાની તસવીરો ખેંચી છે. તેને ઈન્ટરનેટ પર શેર પણ કરી રહ્યાં છે. 

જો કે લોકો ચર્ચા એ પણ કરી રહ્યાં છે કે બહુ જલદી આ થાંભલો પણ ગાયબ થઈ જશે. પણ આવું શા માટે થઈ રહ્યું છે? કોણ આવું કરી રહ્યું છે? શા માટે આવું થઈ રહ્યું છે? શું આ કોઈ અંતરિક્ષને લગતી વાત છે? શું આ કોઈ એલિયનની હરકત છે? શું આ કોઈ ભેદી પ્રોજેક્ટનો ભાગ છે? કે પછી કોઈ ટીખળખોરો આ કરી રહ્યાં છે ? આવા અનેક સવાલોના જવાબ શોધવા ગડમથલ ચાલી રહી છે. જોવાનું એ છે કે હવે આ થાંભલો આગળ ક્યાં જોવા મળે છે?

(12:04 am IST)
  • સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું દુઃખદ નિધન : જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું આજે ભાવનગર મુકામે દુઃખદ નિધન થયુ છે : તેઓ ૮૩ વર્ષના હતા : કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે અંતિમ શ્વાસ લીધા access_time 3:20 pm IST

  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારની સંખ્યા 90 લાખને પાર પહોંચી : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 29,331 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,64,565 થઇ :એક્ટીવ કેસ 4, 14,924 થયા : વધુ 35,536 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90,07,247 રિકવર થયા :વધુ 416 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,102 થયો access_time 12:21 am IST

  • શેરબજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસ સૌ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ શેરબજારમાં તેજીનુ તોફાનઃ રીઝર્વ બેન્કના ફેંસલાઓ બાદ નિફટી રેકોર્ડ સ્તરેઃ સેન્સેકસ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ ઈન્ટ્રા ડેમાં પહેલીવાર આ સપાટી દર્શાવીઃ છેલ્લે સેન્સેકસ ૩૦૨ પોઈન્ટ વધીને ૪૪૯૩૫, નિફટી ૧૩૨૨૫: તમામ સેકટર ગ્રીન ઝોનમાં: બેન્ક નિફટી ૩૦૦૦૦ નજીક access_time 10:47 am IST