Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

BSNLએ લોન્ચ કર્યા ૩ જોરદાર પ્લાન, અનલિમિટેડ કોલિંગ અને 75GB વધુ ડેટા

કંપનીએ આ ત્રણ પોસ્ટપેડ પ્લાન્સની કિંમત ૧૯૯, ૭૯૮ અને ૯૯૯ રાખી છે

  બીએસએનએલ (BSNL)ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. કારણ કે બીએસએનએલએ તેના ગ્રાહકો માટે ૩ નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ આ ત્રણ પોસ્ટપેડ પ્લાન્સની કિંમત ૧૯૯, ૭૯૮ અને ૯૯૯ રાખી છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે ગ્રાહકોને તેમાં અનલિમિટેડ કોલિંગ મળે છે. અને સાથે ગ્રાહકોને અન્ય એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. જાણો આ ત્રણેય પ્લાન વિષે ડિટેલમાં.

BSNLએ પોતાના ૧૯૯ રૂપિયાવાળા પ્લાનમાં BSNL નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપે છે. જયાં બીજી કંપની બીજા નેટવર્ક પર કોલિંગ માટે કંપનીમાં ૩૦૦ મિનિટ્સ આપે છે. ગ્રાહકો પાસે આ પ્લાનમાં 25 GB ડેટા આપવામાં આવે છે. આ સાથે જ ગ્રાહકોને ૭૫ જીબી રોલ ઓવરની પણ સુવિધા આપવામાં આવી છે. જાણકારી માટે કહી દઇએ કે ડેટા લિમિટેડ પૂરી થયા પછી યુઝર્સને ૧૦.૨૪ રૂપિયા પ્રતિ જીબી હિસાબે પૈસા આપવા પડશે. આ સિવાય આ પ્લાનમાં 100 SMSની પણ ઓફર આપવામાં આવે છે.

BSNLના આ પ્લાનમાં પણ અનલિમિટેડ વોઇ્સ કોલિંગની સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકો 50 GB હાઇ સ્પીડ ડેટા મળશે. આ સિવાય આ પ્લાનમાં ૧૫૦ જીબી સુધી ડેટા રોલ ઓવર પણ આપવામાં આવ્યું છે. જાણકારી માટે કહી દઇએ કે ડેટા લિમિટ પૂરી થઇ ગયા પછી ગ્રાહકોને ૧૦.૨૪ રૂપિયા પ્રતિ GBના હિસાબે પૈસા આપવા પડશે. આ પ્લાનમાં યુઝર્સને દર મહિને 100 SMS પણ મળશે. આ સિવાય ખાસ વાતએ છે કે ગ્રાહકોને તેમાં ૨ ફેમીલી કનેકશન પણ આપવામાં આવશે. ફેમિલિ કનેકશનમાં કંપની અનલિમિટેડ વોઇસની સુવિધા 50 GB ડેટા અને દર રોજ 100 SMS આપે છે.

૯૯૯ રૂપિયાનો પ્લાનઆ પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકો માટે દરેક નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ આપવામાં આવે છે. ગ્રાહકોની પાસે આ રિચાર્જ પ્લાનમાં 75 GB ડેટા હોય છે. જે ૨૨૫ જીબી સુધી રોલ ઓવરની સુવિધા આપે છે. દરરોજ 100 SMSની સુવિધા પણ તેમાં મળે છે.

 ગ્રાહકોને આ પ્લાનમાં ૩ ફેમીલી કનેકશનની પણ ઓફર આપવામાં આવે છે. તેવામાં દર ફેમિલી કનેકશનને ૭૫ જીબી ડેટા અને દર રોજ 100 SMS મળે છે.

(10:33 am IST)