Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

માનવે પૃથ્વી ઉપર આવ્યા બાદ દર ૪ માંથી ૩ ઉડી ન શકતા પક્ષીની પ્રજાતિઓ વિલુપ્ત કરી

કુલ પ૮૧ માંથી રર૬ ઊડી ન શકનાર પક્ષી પ્રજાતિઃ હવે માત્ર ૬૦ બચી : લંડન યુનિ. અને સ્વીડનની ગોધનબર્ગ યુનિ.ના વૈજ્ઞાનીકોના અધ્યયનમાં દાવો

નવી દિલ્હી તા. ૪: માનવના પૃથ્વી ઉપર આવ્યા બાદ તેણે દર ૪ માંથી ૩ ન ઉડી શકનાર પક્ષીઓનો નાશ કર્યો છે. લંડન યુનિ.ના જૈવ વિવિધતા અને પર્યાવરણ શોધ કેન્દ્ર અને સ્વીડનના ગોથનબર્ગ યુની.ના વૈજ્ઞાનિકોએ આ દાવો કરેલ કે પ૮૧ પ્રજાતિના પક્ષીઓની યાદી તૈયાર કરી છે, જે આપણી પહેલા પૃથ્વી ઉપર રહેતા હતા.

આમાંથી રર૬ ઉડી નોતા શકતા, આજે તેમાંથી ફકત ૬૦ પ્રજાતિઓના પક્ષી આપણી આસપાસ બચ્યા છે. અધ્યયનમાં સામેલ ડો. ફૈરન સેયોલ અનુસાર માનવે દુનિયાભરમાં અનેક પ્રજાતિને ખતમ કરી છે. ઉડી ન શકતા પક્ષીઓના આત્મામાં તેની ભૂમિકા આ પૈટર્નને સમજી શકાય છે. માનવે પહેલા આ પક્ષીઓના આવાસો ખતમ કર્યા, નવા વિકસીત ઉપકરણો અને ઓજારોથી તેનો શિકાર કરે છે અને પછી પોતાની સાથેના જીવો ઊંદર, બીલાડી, કુતરા વગેરે દ્વારા પણ ખતમ કરાવે છે.

અધ્યયનમાં સામેલ પ્રો. ટીમ બ્લૈકબર્ન મુજબ ઉડી ન શકતા હોવા છતાં તેના ઉપર કુદરતી શિકારી ઓછા હતા. તેઓ કાંતો આકારમાં ખુબજ મોટા હતા અથવા ટાપુઓ ઉપર રહેતા હતા. જેવી રીતે મેડાગાસ્કર ખતમ, ડોડો ખતમ, અહીં મોટા શિકારી જાનવર ન હતા. જેથી તેમને ઉડવાની જરૂર ન હતી.

શોધકર્તાઓ મુજબ આવનાર સમયમાં પૃથ્વીથી પક્ષીઓની સંખ્યા ઝડપથી ઘટશે તેમાંથી ન ઉડી શકે તેવા પક્ષી સૌથી પહેલા વિલુપ્ત થશે. હવાઇ ધ્વીપના ઉદાહરણ છે, જયાં ર૩ જેટલી પ્રજાતિઓ હતી પણ આજે એક પણ નથી. બાકી જગ્યાએ પણ પેંગ્વીન અને શુતુરમુર્ગ જ નજરે આજે છે. આની કુલ ૬૦ પ્રજાતિઓ છે, જે ૧ર પરિવારો સાથે સંબંધીત છે. માનવ પહેલા આ ૪૦ પરિવાર હતા.

(3:27 pm IST)