Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

તામિલનાડુના બૃહદેશ્વર મંદિર એક પણ પાયા વિનાનું: ઇન્ટરલોકીંગ પધ્ધતિ મુજબ બાંધકામ

ચેન્નઇ : તામિલનાડુ સ્થિત બૃહદેશ્વર મંદિર એક પણ પાયા વિનાનું છે. મંદિરનું બાંધકામ ઇન્ટરલોકીંગ પધ્ધતીથી કરાયુ છે. નિર્માણમાં સીમેન્ટ, પ્લાસ્ટર કે અન્ય કોઇ ચિપકાવનાર પદાર્થનો ઉપયોગ કરાયો નથી. ૧ હજાર વર્ષથી પણ વધારે પ્રાચીન મંદિર ૬ જેટલા મોટા ભૂકંપના આંચકા પણ સહન કરી ચૂકયુ છે.

ર૧૬ ફુટ ઉંચુ આ મંદિર વિશ્વનું સૌથી ઉંચુ મંદિર હતું. બૃહદેશ્વર મંદિરના નિર્માણ બાદ વર્ષો પછી બનેલ પીસાની ઇમારત સમયની સાથે નમતી જાય છે, જયારે આ મંદિર પોતાના અક્ષ ઉપર એક પણ અંશ ઝૂકયું નથી. મંદિરના નિર્માણમાં ૧.૩ લાખ ટન ગ્રેનાઇટનો ઉપયોગ કરાયો છે. આ ગ્રેનાઇટ ૬૦ કિ.મી. દુરથી ૩ હજાર હાથીઓ દ્વારા લાવવામાં આવેલ.

મંદિરના શિખરનું વજન ૮૧ ટન છે. આજના યુગમાં આટલી ઉંચાઇએ આટલુ વજન મુકવા મશીન પણ ના પાડે છે. ત્યારે એ સમયમાં કળા-કૌશલ્ય દ્વારા મંદિરનું નિર્માણ થયેલ છે.

(3:27 pm IST)