Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કુંભમાં શિવરાત્રિ પહેલા નાગા સાધૂ અને અખાડાઓના કરતબ જોવા રીતસરની ભીડ ઉમટી :શાહી અંદાજમાં સવારી નિકળી

શ્રી પંચદશનામ જૂના અખાડા, અગ્નિ અખાડા અને કિન્નર અખાડાની પેશવાઈ દરમિયાન સંત સમાગમનો અદ્ભૂત નજારો :સંતોનું સ્વાગત લોકોએ ફૂલ વરસાવીને કર્યુ

હરિદ્વાર કુંભમાં મહાશિવરાત્રિ પહેલા અખાડાની પેશવાઈ નિકળી હતી. આ અદ્ભૂત નજારો હોય છે. સોના અને ચાંદીની પાલકીમાં રાજા-મહારાજઓ સહિત હાથી-ઘોડા તથા ઉંટ પર બેસીને સંતોનું સ્વાગત લોકોએ ફૂલ વરસાવીને કર્યુ હતું. અખાડામાં પેશવાઈ અને નાગા સાધૂઓના અદ્ભૂત કરતબોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.

  કુંભ મેળાની શરૂઆત અખાડાની પેશવાઈ સાથે થઈ હતી. શ્રી પંચદશનામ જૂના અખાડા, અગ્નિ અખાડા અને કિન્નર અખાડાની પેશવાઈ દરમિયાન સંત સમાગમનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.

અહીં શાહી અંદાજમાં હાથી, ઘોડા અને ઉંટ તથા બગીઓને સુભોશિત કરીને રથો નિકળ્યા હતા. હર હર મહાદેવના જયઘોષ વચ્ચે ફૂલમાળાથી લદાયેલા આચાર્ય મહામંડલેશ્વર, મહામંડલેશ્વર, કિન્નરો અને નાગા સાધૂઓના દર્શન કરવા માટે રસ્તાઓ પર લોકોની રીતસરની ભીડ લાગી હતી. પંચ દશનામ જૂના અખાડાના સાધૂ સંતો એ સૌથી મોટો અખાડો છે

(12:00 am IST)