Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રેલ્વેની તમામ અનરક્ષિત અનામત સ્પેશયલ ટ્રેનોનું ભાડૂ આજથી મેઇલ-એકસપ્રેસની જેમ જ લાગુ કરાશેઃ જાહેરાત

એપ્રિલથી ૮૭૦૦ થી વધુ ટ્રેનોમાં કન્ટેન્ટ ઓન ડીમાન્ડઃ ફિલ્મ-સમાચાર-સહિતની સુવિધા

રાજકોટ તા. ૬ :.. વેસ્ટર્ન રેલ્વેની તમામ અનરક્ષિત અનામત સ્પેશયલ ટ્રેનોનું ભાડુ આજથી અનરક્ષિત મેઇલ-એકસપ્રેસ ટ્રેનના ભાડા મુજબ લાગુ થશે તેવી જાહેરાત પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકૂરે કરી છે.

દરમિયાન રેલ્વેના સુત્રોના ઉમેર્યા પ્રમાણે આ મહિનાના અંતથી કે એપ્રીલથી ટ્રેનોમાં કન્ટેન્ટ ઓન ડિમાન્ડ સર્વીસ લોન્ચ કરવામાં આવશે, આજે ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી.

આ સર્વિસમાં ચાલતી ટ્રેનનાં ઇન્ફો ટેઇનમેન્ટ લોન્ચ થશે, જેમાં મુવીઝ, સમાચાર, મ્યુઝીક વિડીયો-સામાન્ય મનોરંજન રહેશે.

દરમિયાન રેલટેલના સી. એમ. ડી. પુનીત ચાવલાએ ઉમેર્યુ હતું કે, કોચની અંદર મીડયા સર્વર રખાશે, આ સર્વીસ ૮૭૩૧ ટ્રેનોમાં શરૂ કરાશે, જેમાં પ૭૦૦ જેટલી ટ્રેનો પરાની હશે, આમાં રેલ્વે અને રેલટેલનો રેવન્યુ શેર પ૦-પ૦ ટકાનો છે., અને આમાંથી વર્ષે ૬૦ કરોડની આવક આ સુવિધાને કારણે રેલ્વેને થશે. રેલટેક્ષ આ માટે ઝી ની પેટા કંપની માર્ગો નેટવર્કને રેલટેલે કોન્ટ્રાકટ આપી દિધો છે, આમાં કન્ટેઇન્ટ પેઇડ અને અનપેઇડ એમ બે ફોર્મટમા રહેશે, જેનો કોન્ટ્રાકટનો ગાળો ૧૦ વર્ષનો રહેશે.

(11:38 am IST)