Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

વેનેઝુએલામાં ફુગાવો બેકાબુ :10 લાખની નોટ જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ:માંડ 36 રૂપિયા કિંમત થાય

10 લાખની નોટમાં અડધો કિલો ચોખા મળે છ:અડધા અમેરિકી ડોલર (આશરે 36 રૂપિયા) ભારતમાં અડધો લીટર પેટ્રોલ પણ નહીં આવે.

દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલાએ ભયંકર આર્થિક તંગી તથા બેકાબૂ ફૂગાવાને નાથવા માટે 10 લાખ બોલિવરની નવી કરન્સી નોટ જારી કરી છે.આટલી મોટી રકમની નોટ છાપનાર વેનેઝુએલા દુનિયાનો પહેલો દેશ બન્યો છે 

આટલી મોટી રકમની નોટ છાપનાર વેનેઝુએલા દુનિયાનો પહેલો દેશ બન્યો છે. વેનેઝુએલાના વર્તમાન ફુગાવા મુજબ 10 લાખ બોલિવરની કિંમત અડધા અમેરિકી ડોલર (આશરે 36 રૂપિયા) હશે. એટલામાં તો ભારતમાં અડધો લીટર પેટ્રોલ પણ નહીં આવે. ક્યારેક તેલની મદદથી ખુબ સંપન્ન લાગનાર વેનેઝુએલામાં લોકો હવે ભૂખે મરી રહ્યાં છે. રૂપિયામાં અવમૂલ્યનની સ્થિતિ એ છે કે લોકો બેગ અને કોથળા ભરીને નોટ લઈને આવે છે અને હાથમાં એક પોલીથીન લઈ ઘરનો સામાન ખરીદી લઈ જાય છે.

2 લાખ અને 5 લાખની નોટો જારી થશે

આગામી સપ્તાહે બે લાખ બોલિવર અને પાંચ લાખ બોલિવરની નોટ પણ જારી કરવામાં આવશે. વર્તમાનમાં વેનેજુએલામાં 10 હજાર, 20 હજાર અને 50 હજાર બોલિવરની નોટ ચલણમાં છે. વેનેઝુએલામાં ભારતના 1 રૂપિયાની કિંમત 25584.66 બોલિવર છે. વેનેઝુએલાની કેન્દ્રીય બેન્કે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાને જોતા આટલી મોટી કરન્સી નોટ જારી કરવી પડી છે.

10 લાખની નોટમાં અડધો કિલો ચોખા મળે છે
વેનેઝુએલામાં 10 લાખની નોટ હવે સૌથી મોટી મૂલ્યવાન નોટ બની ગઈ છે. જોકે તેમ છતાં પણ તેની કિંમત અડધા અમેરિકી ડોલર બરાબર છે. આટલા રુપિયામાં અહીં બે કિલો બટાકા અથવા તો અડધા કિલો ચોખા મળી શકે છે. પાછલાવર્ષે બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, વેનેઝુએલાની સરકાર જલદી 10 લાખ બોલિવર (ત્યાંના રૂપિયા) ની નોટ પાછવા જઈ રહી છે. આ માટે ઇટાલીની એક ફર્મથી 71 ટન સિક્યોરિટી પેપરની આયાત કરી છે. આ ફર્મની માલિકી ઇટાલીની કંપની બેન કેપિટલની પાસે છે, જે વિશ્વના ઘણા દેશોને સિક્યોરિટી પેપરને નિર્યાત કરે છે. કસ્ટમ રિપોર્ટમાં સિક્યોરિટી પેપરને મંગાવવાનો ખુલાસો થયો છે.

(12:06 am IST)