Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

કારમાં આગળની બંને સીટ માટે એરબેગ ફરજિયાત

સરકારે સુરક્ષાને લઇને લીધુ મોટુ પગલુ : ૧લી એપ્રિલથી 'ડબલ એરબેગ'નો નિયમ લાગુ : નવી કાર આ સુવિધા સાથે જ મળશે : જુની કારમાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ પહેલા બંને બાજુ એરબેગ લગાવવી પડશે : એરબેગના નિયમથી ૫૦૦૦ - ૮૦૦૦ સુધી કાર મોંઘી થઇ જશે

નવી દિલ્હી તા. ૬ : કેન્દ્ર સરકારે વાહનોની બંને સીટો માટે એરબેગને અનિવાર્ય કરી દીધી છે. સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે, એરબેગને ફરજીયાત કરવા માટે સરકારી નોટીફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે, વાહનોમાં આગળ ડ્રાઇવરની સીટની સાથે બેસનાર યાત્રી માટે એરબેગને અનિવાર્ય કરવા અંગે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ એક મહત્વપૂર્ણ સુરક્ષાનો ઉપાય છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની માર્ગ સુરક્ષા પર સમિતિએ આ અંગે અપીલ કરી હતી.

નવા નિયમો મુજબ ૧ એપ્રિલ, ૨૦૨૧ના પહેલા દિવસે અથવા ત્યારબાદ તૈયાર વાહનોમાં એરબેગને ફરજીયાત કર્યા બાદ નિયમ મુજબ જુના કાર માલીકોને ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ પહેલા હાલના મોડલોમાં ડ્રાઇવરની સીટની સાથે એરબેગ લગાવવું ફરજીયાત બનશે. એટલે કે જુના કારર માલિકોએ ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ પહેલા એરબેગ લગાવવી પડશે. સરકારનું કહેવું છે કે, ૩૧ ઓગસ્ટ બાદ જો કોઇ કાર રસ્તા પર એરબેગ વગર જોવા મળશે તો ચલણ કાપવામાં આવશે.

મંત્રાલયે કહ્યું કે, એપ્રિલ ૨૦૨૧ના પ્રથમ દિવસે જ અથવા ત્યારબાદ મેન્યુફેકચર માટે નવા વાહનોમાં આગળની સીટ માટે એરબેગ ફરજીયાત થશે. બીજીબાજુ જુના વાહનોના સંદર્ભમાં મંત્રાલયે કહ્યું છે કે, ૩૧ ઓગસ્ટ ૨૦૨૧થી હાલના મોડલોમાં પણ આગળની ડ્રાઇવરની સીટની સાથે એરબેગ લગાવવું ફરજીયાત થશે. આ અંગે દુર્ઘટનાની સ્થિતિમાં યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત થઇ શકશે.

ઉદ્યોગોના વિશેષજ્ઞ મુજબ આ નિયમ લાગુ થવાથી વધુ એક એરબેગના જોડાવાથી નિયમ લાગુ થવાથી વધુ એક એરબેગના જોડાવાથી નાની હેચબેકની કિંમતોમાં ૫૦૦૦ - ૮૦૦૦ રૂપિયાનો વધારો થવાની સંભાવના છે.

કારોમાં એરબેગ્સ દુર્ઘટનામાં ડ્રાઇવર અને બાજુમાં બેઠેલા યાત્રિકોના જીવ બચાવાનું કામ કરે છે. જેમ ગાડીની ટક્કર લાગે છે તે ફુગ્ગાની જેમ ખુલ્લે છે અને જેનાથી કારમાં બેસેલા લોકો કારના ડેશબોર્ડ કે સ્ટીયરીંગ સાથે અથડાતા નથી અને જીવ બચી જાય છે.  કારના બમ્પર પર એક ઇમ્પેકટ સેન્સર લાગેલું હોય છે જ્યારે ગાડી કોઇ વસ્તુ સાથે અથડાય છે તો ઇમ્પેકટ સેન્સરની મદદથી હલ્કો કરંટ એરબેગના સિસ્ટમમાં પહોંચે છે.

(12:00 am IST)