Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

બંગાળ ચૂંટણી :ભાજપના 57 બેઠક પર ઉમેદવાર જાહેર : નંદીગ્રામથી મમતા સામે સુવેંદુ અધિકારી મેદાનમાં ઉતર્યા

ભાજપે પૂર્વ ભારતીય ક્રિકેટર અશોક ડિંડાને પણ ટિકિટ આપી

કોલકાતા: ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ અને બીજા તબક્કા માટે 57 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અશોક ડિંડાને પણ ટિકિટ આપવામાં આવી છે, તેમણે ભાજપે મોયનાથી ટિકિટ આપી છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા સુવેંદુ અધિકારી નંદીગ્રામથી ચૂંટણી લડશે.

BJPના ઉમેદવારોની યાદીમાં  મોયના- અશોક ડિંડા,નંદીગ્રામ- સુવેંદુ અધિકારી,ગોપી બલ્લભપુર- સંજીવ મહતો, મેદનીપુર- સંબિત દાસ,નયાગ્રામ- બાકુલ મુર્મૂ,ઝારગ્રામ- સુકમય સતપતિ, કેસરી- સોનાલી મુરમુર, ખડગપુર-તપન ભુઇયા, બલરામ પુર- બનેશ્વર મહતો, મનગર- સુરેશ નાયક,સાલબોની- રાજીવ કુંડૂ,પુરૂલિયા- સુદીપ મુખરજી

 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે પ્રથમ અને બીજા તબક્કા માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કુલ 57 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં નંદીગ્રામથી સુવેંદુ અધિકારીને ટિકિટ આપવામાં આવી છે. નંદીગ્રામમાં મમતા બેનરજી સામે સુવેંદુ અધિકારીની ટક્કર જોવા મળશે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરી ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અરૂણ સિંહે કહ્યુ કે કેન્દ્રીય ચૂંટણી સમિતીએ 57 બેઠક માટે નામ પર પોતાની મોહર લગાવી છે. નંદીગ્રામથી સુવેંદુ અધિકારીને ટિકિટ આપવામાં આવી છે. તે નંદીગ્રામથી મમતા બેનરજી વિરૂદ્ધ ચૂંટણી લડશે. બીજી તરફ ક્રિકેટરથી નેતા બનેલા અશોક ડિંડાને પણ ટિકિટ આપવામાં આવી છે.

આ પહેલા તૃણમૂલ કોંગ્રેસે 291 બેઠક માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. સાથે જ કોંગ્રેસ, લેફ્ટ અને આઇએસએફ ગઠબંધને પણ 60 બેઠક પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા

(12:00 am IST)