Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોના કેસો ઢગલે મોઢે વધવા લાગ્યા: કેરળમાં કેસોની સંખ્યા ઘટતા મોટી રાહત

પંજાબમાં ૭ જાન્યુઆરીએ 261 કોરોના કેસ હતા; 7 ફેબ્રુઆરીએ ૧૮૩ કેસ અને આજે ૭ માર્ચે અચાનક વધીને ૧૧૫૯ કોરોના કેસ થયા છે. (૨) મહારાષ્ટ્રમાં ૭ જાન્યુઆરીએ ૪૮૩૨ કોરોના કેસ હતા; ૭ ફેબ્રુઆરીએ ૨૭૬૮ કેસ અને આજે ૭ માર્ચે વધીને ૧૦,૧૭૭ કોરોના કેસ થયા છે. (૩) ગુજરાતમાં ૭ જાન્યુઆરીએ ૬૬૫ કોરોના કેસ હતા; ૭ ફેબ્રુઆરીએ ૨૫૨ કેસ અને આજે ૭ માર્ચે આંકડો વધતા વધતા ૫૭૧ ઉપર પહોંચ્યો છે. (૪) દિલ્હીમાં પણ ૭ જાન્યુઆરીએ ૬૫૪ કોરોના કેસ હતા; ૭ ફેબ્રુઆરીએ ૧૨૩ કેસ અને આજે ૭ માર્ચે  વધીને ૩૨૧ કોરોના કેસ થયા છે. (૫) કેરળમાં ૭ જાન્યુઆરીએ એક જ દિવસમાં ૬૩૯૪ કોરોના કેસ હતા; ૭ ફેબ્રુઆરીએ ૫૯૪૨  કેસ અને આજે ૭ માર્ચે ઘટીને ૨૭૯૧ કોરોના કેસ થયા છે

(10:57 am IST)