Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

બિન પગારદાર મધ્યમ વર્ગ અને નાના વેપારીઓના હિતોની આ પેકેજમાં કાળજી રાખવામાં આવશે

સરકાર વધુ એક રાહત પેકેજ લાવવાની તૈયારીમાં

નવી દિલ્હી તા. ૭ : કોરોના વાયરસ અને તેને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં છેલ્લા ૪૦ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ કવાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ -૨૩.૯ નો નોંધવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે આર્થિક પેકેજ જાહેર કર્યાના ૧૦૦થી વધુ દિવસ બાદ અને ઉચ્ચ કક્ષાએ બેઠકોના દોરના ૬ સપ્તાહ બાદ હવે સરકાર નવેસરથી એક રાહત પેકેજ લાવવાની તૈયારી કરી હોવાનું જાણવા મળે છે. જેમાં બિન પગારદાર મધ્યમ વર્ગ અને નાના વેપારીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે.

મે ના મધ્યમાં નાણામંત્રીએ ૫ તબક્કે ૨૦ લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. તે પછી પણ અર્થતંત્રમાં કોઇ મોટો સુધારો જોવા મળ્યો નથી. તેથી હવે સરકાર એક નવા રાહત પેકેજની તૈયારી કરી રહી છે.

હવેના રાહત પેકેજમાં જે લોકો પૂરેપૂરા ગરીબ નથી અને પૈસાદાર પણ નથી તેઓની કાળજી રાખવામાં આવશે. આ લોકો છે બિન પગારદાર મધ્યમ વર્ગ કે જેઓને કોવિડ-૧૯ના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.

 

(10:45 am IST)