Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ભાજપ વિભાજનકારી રાજકારણ કરે છે. જાતિ અને ધર્મના નામે લોકોને લડાવે છે

મમતા બેનર્જીએ મોંઘવારી વિરુદ્ધ સિલીગુડીમાં પદયાત્રા કરી : સિલીગુડીથી પલટવાર કર્યો.

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના બિગુલ વાગી ગયા છે. ત્યારે રવિવારે ભાજપ અને ટીએમસીએ એકબીજા પર પ્રહારો કર્યા હતા  એક તરફ કોલકાતામાં પીએમ મોદીની રૈલી થઈ, જ્યારે બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ મોંઘવારી વિરુદ્ધ સિલીગુડીમાં પદયાત્રા કરી. બ્રિગેડ પરેડ મેદાનમાં જ્યાં પીએમ મોદીએ ટીએમસી અને મમતા બેનર્જી પર નિશાન સાધ્યા, તો સિલીગુડીથી સીએમ મમતા બેનર્જીએ પલટવાર કર્યો હતો

સિલીગુડીમાં પદયાત્રા દરમિયાન મમતા બેનર્જીએ જણાવ્યું કે તેઓ (પીએમ મોદી) બંગાળમાં સપના વેચવા આવ્યા છે. તેલ અને ગેસની કિંમત આકાશ આંબી રહી છે. પીએમ જુઠ્ઠાણું ફેલાવે છે, આ બધુ કરવું તેમના કદના અનુરૂપ નથી. તેઓ એક પ્રતિષ્ઠિત પદ પર બેઠા છે. મમતાએ જણાવ્યું કે પીએમ હંમેશા એક લખેલી સ્ક્રિપ્ટ વાંચે છે. મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે જે અમારાથી ટકરાવશે, તે ભાંગી પડશે. મેં ક્યારેય  આ પ્રકારના વડાપ્રધાન નથી જોયા જે આટલું જુઠું બોલે છે.

મમતા બેનર્જીએ પીએમ મોદીને પડકાર આપતા જણાવ્યું કે ‘ખેલા હોબે’. તમે દિવસ અને સમય નક્કી કરી લો. સીએમે જણાવ્યું કે હું વન ટૂ વટ રમતમાં પડકાર ફેંકુ છુ. જોઇએ કે તમે શું રમત રમી શકો છે. દરરોજ પીએમ ટેલીપ્રોમ્પટર દ્વારા ભાષણ આપે છે.

સીએમ મમતાએ જણાવ્યું કે અમે માત્ર કેન્દ્ર સરકારને બતાવવા માટે આજે સાંકેતિક વિરોધ કર્યો છે. પીએમને જવાબ આપવો જોઇએ કે પેટ્રોલ, ડીઝલ અને એલુીજીની કિંમત કેમ વધી. મમતાએ જણાવ્યું કે પીએમનું કહેવુ છે કે બંગાળ રાજકીય પરિવર્તનનો સાક્ષી બનશે, પરંતુ હું કહી રહું છું કે દિલ્હીની સત્તામાં પરિવર્તન થશે.

સિલીગુડીમાં મમતાની પદયાત્રામાં સામેલ સાંસદ મિમિ ચક્રવર્તીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું કે સામાન્ય લોકો સાથે માત્ર મમતા ઉભી હશે. હવે લોકોને આત્મનિર્ભર બનવા માટે પોતાની કિડની અને લોહી વેચવું પડશે. ભાજપ વિભાજનકારી રાજકારણ કરે છે. તે જાતિ અને ધર્મના નામે લોકોને લડાવે છે.

(12:00 am IST)