Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સાબુની કિંમતોમાં ૧૫ ટકાનો ભાવવધારો ઝીંકાયો

કંપનીઓએ વધાર્યા ભાવ : આમઆદમીને વધુ એક ઝટકો

નવી દિલ્હી તા. ૮ : કોરોના કાળમાં ઘટેલી કમાણી વચ્ચે આમ આદમી પર મોંઘવારીની એક વધુ માર પડી શકે છે. એફએમસીજી કંપનીઓસાબુની કિંમતોમાં ૧૫ ટકા સુધીની વધારો કર્યો છે.કંપનીઓનું કહેવું છે કે પામ તેલનીવધતી કિંમતનેધ્યાનમાં રાખીને આ વધારોકરવામાં આવ્યો છે.

હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ, વિપ્રો કન્ઝયુમર કેર એન્ડ લાઇટિંગ, ગોદરેજ કન્ઝયુમર પ્રોડકટ્સ જેવી કંપનીઓએ સાબુની કિંમતમાં વધારો કર્યો છે. વિપ્રો કન્ઝયુમર કેર એન્ડ લાઇટિંગ જે સંતુરનેસાબુનીબ્રાન્ડ બનાવેછે, તેનેંસાબુના ભાવમાં ઉપયોગ થનારા પામ ઓઈલ એક પ્રમુખ ઘટક છે. પામ ઓઈલની કિંમતોમાંતેજીથી વધારો થયો છે. તેના લીધે અમે સાબુની કિંમતમાં વધારો કરવો પડી રહ્યો છે. તેઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય માલના પરિવહન ખર્ચમાં વધારાએ મલેશિયા અને ઇન્ડોનેશિયાથીપામ ઓઈલની કિંમત તેજીથી વધી રહી છે.તેની અસર સાબુનું ઉત્પાદન કિંમત પર આવ્યો છે. અગ્રવાલે કહ્યું કે કંપનીનેઆશા છે કે પામ ઓઈલની કીમતોસ્થિર હશે. કારણકેવધુ કિંમત વધવાથી માંગ પ્રભાવિત થઇશકે છે.

પામ ઓઇલનીકિંમત નવ વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. કોરોના છતાં હેન્ડ વોશિંગ સાબુનો ઉપયોગ વધ્યો છે. તેનાથી પામ ઓઈલની માંગમાં ભારે ઉછાળોજોવા મળ્યો છે.આ વર્ષે પણ માંગ બની રહેવાની આશા છે. તેના લીધે પામ ઓઈલની કિંમતોમાંવધારો આવશે. જેફરીઝના વિશ્લેશકોએ૩ માર્ચની કંપનીનીએક રિપોર્ટમાં કહ્યું કે ભારતના શીર્ષ પેકેઝડકન્ઝયુમર ગુડ્સ કંપની હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેતે છેલ્લા છ મહિનામાં સાબુના પેકમાં ૬-૧૪ ટકાનો વધારો કર્યો છે. બીજી બાજુ અન્ય કેટલીક બ્રાન્ડમાં પણ ૧૫ થી ૨૦ ટકા નોવધારો થયો છે.કંપનીઓએદરેક પ્રકારનાસાબુની કિંમતોમાં વધારો કર્યો છે.

(11:58 am IST)