Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ICICI પ્રુડે.લોંગ ટર્મ ઇકવીટી ફંડ ELSSમાં વાર્ષિક રૂ.૧.૫૦ લાખના રોકાણ પર રૂ.૪૬,૮૦૦નો ટેક્ષ બચી શકે

૩ વર્ષથી વધુની મુદત માટે રોકાણ કરનાર માટે ફાયદેમંદ

મુંબઇ, તા.૮: ટેકસ સેવિંગની મોસમ હવે પૂર્ણ થઇ રહી છે ત્યારે શું તમે બેસ્ટ ઇએલએસએસ ફંડ્સનું નામ શોધવા માટે ગુગલ કરી રહ્યાં છો? અહીં તેનો ઉત્તમ ઉપાય સૂચવવામાં આવ્યો છે. ત્રણ વર્ષની વધુ મુદ્દતનું રોકાણ કરવા માગતા રોકાણકારો આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લોંગ ટર્મ ઇકિવટી ફંડ (ટેકસ સેવિંગ)માં રોકાણને ધ્યાનમાં લઇ શકે છે.

ઇન્ડસ્ટ્રીમાં મોટી ઇએલએસએસ પ્રોડકટ્સ પૈકીની એક આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લોંગ ટર્મ ઇકિવટી ફંડ ૨૦ વર્ષથી વધુનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને મહત્ત્।મ સંભાવનાઓ ધરાવતા સેકટર્સ અને માર્કેટ-કેપને આધારે સંતુલિત ફાળવણીના મિશ્રિત વ્યૂહ સાથે બેન્ચમાર્ક કરતાં સતત સારું વળતર પ્રદાન કરે છે. આ ફંડમાં રોકાણ સાથે વ્યકિત વાર્ષિક રૂ. ૧.૫ લાખના રોકાણ ઉપર વાર્ષિક રૂ. ૪૬,૮૦૦ના ટેકસ તુરંત બચાવી શકે છે તેમજ લાંબાગાળાના રોકાણના સંભવિત લાભો સાથે સંપત્તિ સર્જનમાં પણ સહભાગી બની શકે છે.

૫ વર્ષના રોલિંગ રિટર્ન બાબતે જયારે સમાન કદના ફંડ્સ સાથે તુલના કરવામાં આવે ત્યારે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લોંગ ટર્મ ઇકિવટી ફંડ ૧૦-૨૦ ટકા રિટર્ન બેન્ડમાં સૌથી વધુ રિટર્ન ડિસ્ટ્રિબ્યુશન્સ ધરાવે છે. વધુમાં તેમાં નેગેટિવ રિટર્નની સૌથી ઓછી ટકાવારી છે. આ ઉપરાંત સ્કીમે તેની શરૂઆતથી (ઓગસ્ટ ૧૯૯૯) તેના બેન્ચમાર્ક ઉદા. નિફ્ટી ૫૦૦ ટીઆરઆઇને ૫-વર્ષ ડેઇલી રોલિંગ રિટર્ન આશરે ૮૩ ટકા સાથે સારું પ્રદર્શન કર્યું છે.

વધુમાં એસઆઇપી પર્ફોર્મન્સ બાબતે માસિક રૂ. ૧૦,૦૦૦ના રોકાણ ૧૨ વર્ષમાં વધીને રૂ. ૨૪ લાખ, ૧૫ વર્ષમાં રૂ. ૫૩ લાખ અને શરૂઆતથી રોકાણ કર્યું હોય તો રૂ. ૨.૬ કરોડ થયું હોય.

(4:09 pm IST)