Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અરજી નહી કરનાર વેપારીનું ઓગસ્ટ ૧૮નું GST સરકારી તિજોરીમાં જમા થશે

ક્રેડિટ કેરિફોરવર્ડના લીધે વીવર્સોના કરોડો રૂપિયાનું રિફંડનો પ્રશ્ન હજુ અધ્ધરતાલ

મુંબઇ,તા.૮ : જીએસટી રિટર્ન ફાઇલ કર્યાના બે વર્ષમાં રિફંડ માટે અરજી કરવામાં નહીં આવે તો ત્યારબાદ રિફંડ માટેની અરજી માન્ય ગણવામાં આવશે નહીં. જેથી વેપારી, વીવર્સ કે ઉદ્યોગકાર દ્વારા ઓગસ્ટ ૨૦૧૮ના રિટર્ન બાદ રિફંડ માટેની અરજી કરી નહીં હોય તો તેને રિફંડ મળશે નહી.

જીએસટીના સેકશન ૫૪ (૧) પ્રમાણે કોઇ પણ પ્રકારના રિફંડ મેળવવા માટે રિટર્ન ફાઇલ કર્યાના બે વર્ષમાં તેની અરજી કરી દેવાની હોય છે. જેથી ઓગસ્ટ ૨૦૧૮ના જીએસટીઆર ૩બી રિટર્ન બાદ આજદિન સુધી રિફંડ મેળવવા માટેની અરજી કરી નહી હોય તેઓએ ર૦ સપ્ટેમ્બર ર૦૧૯ સુધીમાં હોવાનો  રિફંડ માટેની અરજી કરવાની રહેશે. રિફંડ લેવામાં સૌથી વધુ વીવર્સો જ બાકી રહી ગયા હોવાનો અંદાજ છે. કારણ કે જીએસટી  લાગુ થયા બાદ ઓગસ્ટ ૨૦૧૮થી જ તેઓને રિફંડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં પણ હજુ જમા થયેલી ક્રેડિટ રિવર્સ કરવાનો મુદ્દો તો બાકી જ છે. તેના કારણે જે પણ વીવર્સે રિફંડ લેવાનું બાકી હોય તેના દ્વારા ચાલુ માસમાં અરજી કરવામાં આવશે તો જ રિફંડ મળવાનું છે. ત્યારબાદની અરજીને માન્ય નહીં ગણીને રકમ જમા હોવા છતાં રિફંડ મળશે નહીં. આ અંગે સીએ રીતેશ સિંગલે જણાવ્યું હતું કે ઓગસ્ટ ૨૦૧૮નું રિફંડ મેળવવા માટે સપ્ટેમ્બર માસની ૨૦ તારીખ પહેલા અરજી કરી દેવાની રહેશે. જેથી જે પણ વીવર્સે રિફંડ માટેની અરજી કરવાની બાકી છે તે ઝડપથી અરજી કરી દે તે જ હાલ તો તેઓના હિતમાં છે.

વેપારીઓએ એક વર્ષનું રિફંડ ગુમાવવું પડી શકે

જુલાઇ ૨૦૧૭થી જીએસટી લાગુ કરવામાં આવ્યુ છે. જયારે વિવર્સોની ક્રેડિટ કેરી ઼ફોરવડનો વિવાદ ચાલતો હોવાના લીધે મોટાભાગના વિવર્સોએ રીફંડ માટે અરજી કરી નહોતી. તેમાં જુલાઇ ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૧૮ સુધીની કેડિટ કેરી ફોરવડ કરી આપવાના મુદે ઉચ્ય સ્તરે રજુઆત થયા બાદ હજુ સુધી તેનુ નિરાકરણ આવ્યુ ઼નથી. જયારે વિભાગે જુલાઇ ર૦૧૭થી ઓગસ્ટ ર૦૧૮ની જમા ક્રેડિટ કેરી ફોરવર્ડ કરવાના બદલે રીવર્સ કરવામાં આવ્યા બાદ જ રીફંડ આપવાની વાત કરવામાં આવી હતી. જેથી વિવર્સોએ રીફંડ માટેની હજુ સુધી અરજી કરી નહીં હોવાની શકયતા રહેલી છે. આજ કારણોસર વિવર્સોએ એક વર્ષની જમા ક્રેડિટ જીએસટીના નિયમોની આટીઘુંટીને કારણે ગુમાવવી પડે તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે.

(11:53 am IST)