Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકા, યુકે અને દક્ષિણ આફ્રિકામાં ચાર લાખ કોરોના કેસ નોંધાયાઃ આ ત્રણ દેશમાં વીજળીની ઝડપે કોરોના ફેલાતો જાય છે

અમેરિકામાં ત્રણ લાખ નવા કેસ, પોઝિટિવિટી રેઈટ ૧૪.૫ ટકા, ૧.૩૧ લાખ કોરોના દર્દીઓ હોસ્પીટલમાં ૨૩ હજારથી વધુ લોકો આઈસીયુમાં અને નવા મૃત્યુ ૩૭૭૭ નોંધાયા છે. કુલ ૭૧ લાખથી વધુને કોરોનાવાયરસ વેકસીન આપવામાં આવી છે.

ઇંગ્લેન્ડમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૮ હજાર નવા કેસો નોંધાયા, જ્યારે ૩૩ હજારથી વધુ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં છે. ૩૧૦૦ જેટલા કોરોના પેશન્ટ આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે, જ્યારે તે ૧૩૨૫ નવા મૃત્યુ નોંધાયા, જે ચોવીસ કલાકમાં વધુમાં વધુ મૃત્યુ નોંધાયાનો રેકોર્ડ છે.

દક્ષિણ આફ્રિકામાં પણ કોરોના કેર વર્તાવી રહ્યો છે. આજે સવારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૯૮૦ નવા કેસ નોંધાયા. પોઝિટિવિટી રેટ ખૂબ જ હાઈ, ૨૮.૮ ટકા છે.  હોસ્પિટલમાં ૧૩ હજારથી વધુ લોકો સારવાર લઇ રહ્યા છે. ૧૮૮૮૪ કોરોના પેશન્ટ આઈસીયુમાં છે. જ્યારે આજે સવાર સુધીમાં ૬૧૬ નવા મૃત્યુ નોંધાયા છે. વિશ્વના આ ૩ દેશોમાં ભયાનક સ્થિતિ પ્રવર્તી રહી છે.

(3:52 pm IST)