Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

એન્ટી રેડિએશન મિસાઈલ ‘રુદ્રમ’નું સુખોઈ ફાઈટર પ્લેનથી સફળ પરીક્ષણ

દુશ્મનોની રડાર પર ટાર્ગેટ કરનારા રુદ્રમ એક વખત છોડવામાં આવ્યા બાદ તેનો ટાર્ગેટ બદલી પણ શકાય છે.

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે LAC પર તનાવ વચ્ચે પાકિસ્તાન પણ PoK પર મિસાઈલ સિસ્ટમ લગાવીને પોતાની તાકાત વધારી રહ્યું છે ચીન પણ આમાં તેની મદદ કરી રહ્યું છે.એવામાં ભારત પણ પોતાની શક્તિ વધારવા મથી રહ્યું છે. ભારતની ડિફેન્સ રિસર્ચ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) છેલ્લા કેટલાક દિવસોમાં સતત મિસાઈલનું ટેસ્ટિંગ કરી રહી છે. ત્યારે એક ખાસ પ્રકારની એન્ટી રેડિયેશન મિસાઈલ “રુદ્રમ”નું સફળતાપૂર્વક ટેસ્ટ પૂર્ણ કર્યું છે. આ મિસાઈલની ખાસ વાત એ છે કે, તે દુશ્મનોની રડાર પર ટાર્ગેટ કરે છે. જેનાથી કોઈ પણ ટૂકજીનો સંપર્ક સરળતાથી તોડીને તેમને મુશ્કેલીમાં મૂકી શકાય છે.

 આ નવી જનરેશનની એન્ટી રેડિયેશન મિસાઈલની સુખોઈ-30MKI ફાઈટર જેટની સાથે ઉપયોગ કરવા માટે તૈયાર કરી લેવામાં આવી છે. તેની ઝડપ અવાજ કરતાં બેગણી છે. ખાસ વાત છે કે, આ મિસાઈલને 500 મીટર ઊંચાઈથી લઈને 15 કિલોમીટર સુધીની ઊંચાઈથી લૉન્ચ કરવામાં આવી શકે છે. જે 250 કિલોમીટરના અંતર સુધી એવી કોઈ પણ વસ્તુને ટાર્ગેટ કરી શકે છે, જેમાંથી રેડિએશન નીકળી રહ્યાં હોય.

 

DRDOના જણાવ્યા પ્રમાણે, આ મિસાઈલનું ટેસ્ટિંગ ઓડિશાના બાલાસોર સ્થિત ટેસ્ટિંગ રેન્જમાં થયું છે. જેને બંગાળની ખાડી સાથે સંકળાયે ઓડિશાના કાંઠા વિસ્તારોથી સવારે 10:30 કલાકે ટેસ્ટ કરવામાં આવી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે, રૂદ્રમ મિસાઈલ રેડિએશનની અનેક ફ્રિકવન્સી ઓળખી શકે છે. આ સાથે જ તે ટાર્ગેટને લૉન્ચની પહેલા અને લૉન્ચ પછી પણ લૉક કરી શકે છે. એટલે કે , એક વખત છોડવામાં આવ્યા બાદ તેનો ટાર્ગેટ બદલી પણ શકાય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે છેલ્લા 10 દિવસોની અંદર ત્રણ મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. જેમાં બ્રહ્મોસ, શૌર્ય અને હવે તેમાં રુદ્રમ મિસાઈલ  સામેલ થઈ ગઈ છે. જ્યાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલથી 400 કિલોમીટરમાં મારક ક્ષમતા ધરાવતા વર્ઝનને ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. જ્યારે શૌર્ય મિસાઈલના પણ 800 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતા વર્ઝનું પરીક્ષણ કરાયું હતું. બન્ને ટેસ્ટ સફળ રહ્યાં હતા. શૌર્ય બૈલિસ્ટિક મિસાઈલ છે, પરંતુ આ ક્રૂઝ મિસાઈલની જેમ જ ખુદને ગાઈડ કરે છે.

(6:32 pm IST)