Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

એરફોર્સની તાકાતમાં પ્રચંડ વધારો : ચીન અને પાકિસ્તાન ફફડી ઉઠ્યા

મહાબલી ફાઇટર જેટ રાફેલનું ભવ્ય 'રાજતિલક'

અંબાલા ખાતે યોજાયેલા સમારોહમાં એરફોર્સમાં વિધિવત રીતે સામેલ : રાફેલે ઉડયન ભરી તાકાતના કરાવ્યા દર્શન : ભારતને આંખો દેખાડનારા લોકો માટે રાફેલ કડક સંદેશ : રાફેલથી રક્ષામંત્રીની ચેતવણી

નવી દિલ્હી તા.૧૦ : આજથી ભારતીય વાયુદળની તાકાતમાં વધારો થયો છે. ફ્રાંસથી લાવવામાં આવેલા પ લડાકુ  વિમાન રાફેલ સત્તાવાર રીતે એરફોર્સને સોંપી દેવાયા છે. અંબાલા ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના સંરક્ષણ મંત્રીની આ સમયે ખાસ ઉપસ્થિતી રહી હતી. આ પ્રસંગે સીડીએસ બિપીન રાવત અને ભારતીય વાયુદળના ચીફ ભદૌરીયા  પણ હાજર રહ્યા હતા. અને મહા પ્રસંગે સર્વધર્મ પૂજા પણ કરવામાં આવી હતી. બાદમાં રાફેલે આસમાનમાં ઉડાન ભરી પોતાની તાકાતનો પરિચય પણ આપ્યો હતો. રાફેલ બનાવનારી કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. હજુ ફ્રાંસથી ૩૧ રાફેલ વિમાનો આવવાના બાકી છે.

રાફેલના રાજયાભિષેકની તૈયારી કેટલી ખાસ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇન્ડકશન સમારોહમાં ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે અને ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ મુખ્ય મહેમાન હતા તેમજ આ ઐતિહાસિક ક્ષણ પર સીડીએસ જનરલ બિપિન રાવત અને એરફોર્સના ચીફ આર.કે.એસ. ભદૌરીયા ઉપસ્થિત હતા.

આ સમારંભ માટે અંબાલા એરફોર્સ સ્ટેશન ઉપરાંત કેન્ટ વિસ્તારની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સૈન્ય ટીમો પેટ્રોલીંગ પર ઉતરી છે. સેનાના સશસ્ત્ર સૈન્ય બજારો અને ત્યાંના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરી હતા. સૈન્ય વિસ્તારો તરફ જતા માર્ગો પર પણ ચોકસાઇ વધારી દેવામાં આવી હતી.

રાફેલનાં ઈન્ડકશન સમારોહમાં ભારતનાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના રક્ષા મંત્રી ફલોરેન્સ પાર્લે પણ ઉપસ્થિત રહ્યા હતા. સર્વધર્મ પૂજા બાદ રાફેલ વિમાનને હવામાં હેરતઅંગેજ કરતબો કરીને પોતાના કરતબો દેખાડ્યા હતા. તો ઈન્ડકશન સમારોહમાં સંબોધન કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતનાં દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાન પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભારતને આંખો દેખાડનારા લોકો માટે રાફેલ કડક સંદેશ છે.ઙ્ગ

આ ઉપરાંત રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના વખાણ કરતાં કહ્યું કે, હાલમાં જ ન્ખ્ઘ્ સીમા પર થયેલ ઘટનાઓને લઈ ભારતીય વાયુસેનાએ ખુબ જ સરાહનીય કામ કર્યું છે. અને તે બદલ હું તેમને ધન્યવાદ પાઠવું છું.

આ પ્રસંગે રાજનાથસિંહે સંબોધન કરતાં કહ્યું હતું કે, રાફેલ એરાફેલનું IAFમાં સામેલ થવું ભારત અને ફ્રાંસ વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે. ભારત અને ફ્રાંસ લાંબા સમયથી આર્થિક, સાંસ્કૃતિક અને રણનીતિક પાર્ટનર છે. મજબૂત લોકતંત્ર પ્રત્યે અમારી આસ્થા અને સંપુર્ણ વિશ્વમાં શાંતિની કામના અમારા આપસી સંબંધોનો આધાર છે.ઙ્ગઆંખો દેખાડનાર લોકોને મોટો સંદેશ મળશે.

રાફેલની શકિતને કારણે ભારતના દુશ્મનો થરથર કાંપશે. રાફેલ એ ૪.૫ જનરેશનનું ફાઇટર એરક્રાફટ છે. ભારત અને ફ્રાંસ સાથેના કરાર મુજબ ૨૦૨૨ સુધીમાં ભારતને ૩૬ રાફેલ જેટ મળશે. પહેલા ૧૮ રાફેલ જેટને અંબાલા એરબેઝમાં રાખવામાં આવશે, જયારે બાકીના ૧૮ વિમાનને ઉત્તર-પૂર્વમાં હાશીમારામાં તૈનાત કરવાની યોજના છે.

(2:55 pm IST)
  • કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થતા કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણી ધીરે ધીરે રાબેતા મુજબનું કાર્ય કરશે અને પૂર્ણ સમય હાજર રહેશે access_time 3:53 pm IST

  • ક્રિકેટ જગતના પિતામહ રણજીતસિંહનો આજે જન્મદિવસ : 10 સપ્ટે. 1872 ના રોજ જન્મ થયો હતો : તેમના નામે દેશમાં રણજી ટ્રોફી રમાય છે.અકસ્માતે એક આંખ ગુમાવતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી access_time 11:45 am IST

  • ઉધ્ધવ સે 'પંગા'? કંગના રનૈાત વિરૂધ્ધ પોલીસ ફરીયાદ :અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મૂકાયો આરોપ :બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની વચ્ચેનો વિવાદ વધતો જઈ રહ્યો છે. કંગના સતત ઉદ્ઘવ અને શિવસેના ઉપર હુમલો કરી રહી છે. તો બીજી તરફ મુંબઈની બાક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરૂદ્ઘ આપત્ત્િ।જનક ટિપ્પણીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ ઉદ્ઘવ ઠાકરે ઉપર આપત્ત્િ।જનક ટિપ્પણી કરવામાં આવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે access_time 3:52 pm IST