Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

શિવસેનાથી ડરીને અનેક પ્રોડયુસરો-ડાયરેકટરોએ છોડયો કંગનાનો સાથઃ એકલી અટુલી પડી ગઇ

જેમની કારર્કિદી-લાઇફ બનાવવામાં કંગનાનો સિંહફાળો છે તે પણ મૌન

મુંબઇ, તા.૧૦: 'તનુ વેડસ મનુ'ના ડિરેકટર આનંદ એલ. રાય અને પ્રોડ્યુસર શૈલેશ સિંહ, 'સિમરન' દ્વારા પહેલી વાર પ્રોડકશન હાઉસ શરૂ કરનારા ડિરેકટર હંસલ મેહતા, 'કવીન'ના ડિરેકટર વિકાસ બહલ અને જેની ફિલ્મ 'પંગા'સાઇન કરવાથી આખી ફિલ્મ ઊભી થઈ એ ડિરેકટર અશ્વિની ઐયર તિવારી સહિતના કેટલાક એવા ડિરેકટર-પ્રોડ્યુસરોએ શિવસેનાની બીકે કંગનાનો સાથ આપવાનું છોડી દીધું છે તો એક ટ્વીટ કરીને પણ કંગનાને સપોર્ટ આપવાની હિંમત આ કોઈએ કરી નથી. કંગનાએ ગઈ કાલે કરેલા સ્ટેટમેન્ટ્સમાં તો તેણે મહારાષ્ટ્રના સીએમ અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ઘવ ઠાકરે સાથે જ સીધો પંગો લીધો છે. અફસોસની વાત એ છે કે કંગનાએ આ તમામને બોલીવુડમાં એસ્ટેબ્લિશ કરવામાં સિંહફાળો આપ્યો હતો, પણ આજે જયારે કંગનાની કફોડી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આ પૈકીના કોઈએ કંગનાને સાથ આપવાનું કામ કર્યું નથી.

કંગનાની ટીમ સાથે જોડાયેલી એક વ્યકિતએ ઓફ ધી રેકોર્ડ કહ્યું હતું કે 'કંગનાએ પણ સામેથી કોઈને ફોન નથી કર્યા, પણ તે ફોનની રાહ જોતી હતી કે કોઈ સામેથી ફોન કરે. પણ અફસોસ કે કોઈએ કંગનાને ફોન નથી કર્યો.'

કંગનાની ચારથી વધારે ફિલ્મો લખી ચૂકેલા રાઇટર હિમાંશુ શર્મા સાથે પણ કંગનાને ખૂબ સારા સંબંધો છે. કંગનાને લીધે જ હિમાંશુ અને એકટ્રેસ સ્વરા ભાસ્કર બન્ને નજીક આવ્યાં હતાં પણ હિમાંશુ કે સ્વરા બેમાંથી કોઈએ પણ કંગનાનો કોન્ટેકટ કર્યો નથી. આવું થવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ શિવસેના છે.

કંગના સાથે બે ફિલ્મ કરી ચૂકેલા એક પ્રોડ્યુસરે ઓફ ધી રેકોર્ડ  કહ્યું હતું, 'કંગના સાથે અત્યારે જે કંઈ થાય છે એમાં હજી પણ ફીમેલ ફેકટર કામ કરે છે. જો કંગનાની સાથે કોઈ પુરુષ ઉમેરાય તો કોઈ લેશમાત્ર શરમ નહીં રાખે. કંગના સાચી છે કે ખોટી એ પોઇન્ટ નથી. પોઇન્ટ એ છે કે કંગનાએ ખોટી રીતે આખા ઇશ્યુમાં સામેલ થઈ છે. આવું તેને કરવાની જરૂર નહોતી અને આવી બાબતમાં તેણે કોઈના સપોર્ટની અપેક્ષા રાખવી પણ યોગ્ય નથી.

કંગનાની બહેન અને તેની મેનેજર રંગોલી ચંડેલે કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.

કંગનાના એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ કહ્યું હતું કે 'અસત્યને સૌની જરૂર પડે. કંગનાની વાત કયાંય ખોટી નથી એટલે તેને કોઈની જરૂર નથી.

(9:46 am IST)
  • ભરૂચ :અંબિકા જવેલર્સમાં થયેલી લુંટનો ભેદ ઉકેલાયો : પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ : ચાર પૈકી એક આરોપી ટેકસટાઇલ એન્જીનીયર: ઝડપાયેલા આરોપીઓ મૂળ યુ.પી.ના અને હાલ સુરતના રહેવાસી:પોલીસે લૂંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો:લૂંટ બાદ આરોપીઓ સુરતથી અવધ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ભાગવાની ફિરાકમાં હતા access_time 2:24 pm IST

  • ભારતમાં 6 મહિનાથી ફસાયેલા 354 કાશ્મીરી સ્ટુડન્ટ્સને પાકિસ્તાન જવાની મંજૂરી : વાઘા બોર્ડર ઉપરથી પાકિસ્તાન જવા રવાના : પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા : આ સ્ટુડન્ટ્સની ડિગ્રી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા અમાન્ય હોવાથી પાકિસ્તાન જઈ અભ્યાસ કરશે access_time 12:20 pm IST

  • દિલ્હીમાં ખાનગી સ્કૂલોની ફી વધારા પર રોક લગાવતી કેજરીવાલ સરકાર : સંસ્કૃતિ સ્કૂલને પહેલા મળેલ ફી વધારાની મંજૂરી પણ રદ કરાઈ : મનીષ સિસોદિયાએ જણાવ્યું મુખ્યમંત્રી કેજરીવાલ સાથે વિચાર વિમર્શ બાદ સંસ્કૃતિ સ્કૂલમાં કોઈપણ પ્રકારની ફી વધારા પર સંપૂર્ણ રોક લગાવી દેવાઈ છે access_time 11:47 pm IST