Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોના કેસમાં ભારતે તોડ્યો વિશ્વનો રેકોર્ડ એક દિવસના કેસ અને મોતનો આંક વધ્યો

એક જ દિવસમાં રેકોર્ડબ્રેક નવા 95,529 કેસ અને 1168 લોકોના મૃત્યુ

નવી દિલ્હી : કોરોના વાયરસનો કહેર દેશભરમાં સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કારણે ભારતમાં રોજના કેસમાં વધારો થયો છે અને સાથે જ મોતનો આંક પણ ચોંકાવનારો છે. કોરોનાના કેસમાં ભારતે વિશ્વનો રેકોર્ડ તોડ્યો છે.ભારતમાં એક જ દિવસમાં 95 હજાર 529 કેસ આવ્યા છે અને સાથે જ એક દિવસમાં 1168 લોકોના મોત પણ થયા છે.ભારતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છેએક દિવસમાં 95 હજાર 529 કેસ અને એક દિવસમાં 1168 લોકોના મોત નિપજ્યા છે ભારતમાં કોરોનાના કુલ કેસ 44 લાખને પાર પહોંચ્યો છે 

(10:11 am IST)