Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ગૂગલ સર્ચમાં પણ કોરોના સર્વત્ર છવાયો

કોરોના વાયરસની કોલર ટયુન કેમ બંધ કરવીઃ ગૂગલ પર ટોપ ટેન સર્ચમાં

નવી દિલ્હી તા. ૧૦ :.. લોકો કોરોના કોલર ટયુનને લીધે કેટલા કંટાળ્યા છે તેનો પુરાવો ગૂગલના ટોપ સર્ચ ટ્રેન્ડમાં મળ્યો છે. કોલર ટયુન કેવી રીતે બંધ કરવી તે સવાલ ગૂગલ પર ગયા ઓગષ્ટમાં સૌથી વધુ પુછાયેલા પાંચ સવાલોમાંનો એક બન્યો છે.

દેશભરમાં કોરોના વાયરસની બીમારી ફેલાયા બાદ માર્ચ મહિનાથી લોકડાઉનની શરૂઆત થઇ છે. લોકડાઉનની સાથે સરકારે કોરોના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે કેટલાક અભિયાન ચલાવ્યા હતાં. કોરોના જાગૃતિ અભિયાન માટે ટીવી ચેનલો પર જાહેરાત પ્રસારિત કરવામાં આવી રહી છે. એમાં સૌથી વધુ ચર્ચા કોલર ટયુનને લઇને થઇ રહી છે.

જયારથી કોરોનાની કોલર ટયુન શરૂ થઇ છે. ત્યારથી લોકો આ કોલર ટયુન બંધ કરવાની રીત શોધી રહ્યા છે.

શરૂઆતમાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે ૧ દબાવવાથી કોલર ટયુન બંધ થઇ જશે. પરંતુ એવું થયું નહીં. હવે લગભગ છ મહિના પુર્ણ થવા આવ્યા છે. પરંતુ લોકો હજુ પણ કોરોના કોલર ટયુનને બંધ કરવા માટેની રીત ગૂગલને પૂછી રહ્યા છે.

આ ખુલાસો ગૂગલ સર્ચ ટેન્ડ ઓગષ્ટ ર૦ર૦ન રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર ઓગષ્ટમાં ગૂગલને પુછવામાં આવેલા ટોપ - પ સવાલોમાં કોલર ટયુન હટાવવાનો સવાલ સામેલ છે. ખાસ વાત એ છે કે સૌથી વધુ સર્ચ જિયો નેટવર્ક પર કોરોના કોલર ટયુન બંધ કરવાને લઇને કરાયું છે.

ઓગષ્ટના સૌથી વધુ પૂછાયેલા સવાલ

ઓગષ્ટમાં ગૂગલ પર કોરોના સંબંધિત પુછાયેલા સૌથી વધુ સવાલો આ પ્રમાણે છે, ૧. શું અમિત શાહને કોરોના પોઝીટીવ છે ? ર. કપડાં પર કોરોના કેટલો સમય રહે છે? ૩. શું રશિયાને કોરોના વાયરસની દવા મળી ગઇ છે ? ૪. જિયો નંબર પર કોરોના કોલર ટયૂન કેવી રીતે બંધ કરીએ? પ. ભારતમાં કોરોના વેકસીન કયારે લોન્ચ થશે ? ૬. શરીરમાં દુઃખાવો થાય એ કોરોનાનું લક્ષણ છે? ૭. કેટલું ટેમ્પરેયર હોય તો કોરોના હોય ? ૮. કોરોનાના લક્ષણ કેટલા દિવસમાં ગાયબ થાય ? ૯. પ્રણવ મુખરજી કોરોના પોઝીટીવ છે? ૧૦. એસપી બાલાસુબ્રમણિઅમને કોરોના કેવી રીતે થયો ?

(11:40 am IST)