Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

મોદીએ સાઉદી કિંગ સલમાન સાથે ફોન પર કરી વાત ચર્ચા

વૈશ્વિક પડકારો પર થઇ ચર્ચા :બન્ને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ પર સંતોષ વ્યકત કર્યો

નવી દિલ્હી,તા.૧૦: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ અઉદ સાથે ફોન પર વાત કરી. પ્રધાનમંત્રી કાર્યાલય(PMO)એ જણાવ્યું કે, વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ કોરોના મહામારીને ધ્યાને રાખતા ઉદ્ભવેલા વૈશ્વિક પડકારો પર પોત-પોતાના વિચારો શેર કર્યા.

પીએમઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ જી-૨૦ સમૂહની ચાલી રહેલી અધ્યક્ષતા માટે સાઉદી અરબ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા નેતૃત્વના વખાણ કર્યા. બન્ને નેતા આ વાત પર સહમત થયા કે જી-૨૦ સ્તર પર લેવામાં આવેલા નિર્ણયોએ કોરોના વિરૂદ્ઘની લડાઇ વધારવામાં મદદ કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે, બન્ને નેતાઓમાં દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ પર સંતોષ વ્યકત કર્યો અને તમામ ક્ષેત્રોમાં મદદને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ઘતા વ્યકત કરી. પ્રધાનમંત્રીએ કોરોના દરમિયાન અધિકારીઓ દ્વારા ભારતીય પ્રવાસીઓને ઉપલબ્ધ કરાયેલા સમર્થન માટે તેમનો આભાર માન્યો.

(11:39 am IST)