Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વિશ્વના 23 દેશોમાં 2 લાખથી વધુ કોરોના સંક્રમિત કેસ

દુનિયાના કોરોનાથી કુલ મોતના 60 ટકા અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલીમાં મોત થયા

નવી દિલ્હી : દુનિયાના 23 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા(5 લાખ) લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો ,ભારત,  બ્રિટન, ઈટલી છે. દુનિયાના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 65 હજારથી વધુ મોત થયા છે.

(12:42 pm IST)