Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

૧ હજાર દિવસમાં ગામડાઓ પણ ઓનલાઇન માર્કેટમાં જોડાઇ જશે

સ્ટ્રીટ વેન્ડરો માટે વિશેષ યોજના : સ્વનિધિ યોજનામાં અવ્વલ આવેલ મધ્યપ્રદેશના લાભાન્વિતો સાથે વડાપ્રધાનનો વર્ચ્યુઅલ સંવાદ

ભોપાલ તા. ૧૦ : સ્ટ્રીટ વેન્ડર્સના કલ્યાણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વધુ એક યોજના લાવી રહ્યા છે. જે ઓનલાઇન માર્કેટ સંબંધીત હશે.

ખુબ ઝડપથી સાકાર થવા જઇ રહેલ આ યોજનમાં આગામી ૧ હજાર દિવસની અંદર ગામડાઓને ઓનલાઇન માર્કેટ સાથે જોડવામાં આવશે.

બુધવારે વડાપ્રધાનશ્રીએ પીએમ સ્વનિધિ યોજનામાં મધ્યમપ્રદેશના અવ્વલ આવવા પર યોજનાયેલ વર્ચ્યુઅલ સંવાદમાં  દરમિયાન આ વિગતો જાહેર કરી હતી. આયોજનમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી નોંધાવી હતી.

આ સમારોહમાં લાભાન્વીતો સાથે ચર્ચા કરી હતી. જેમાં ગ્વાલીયરના પાણીપુરીના ધંધાર્થી અર્ચના શર્મા સાથે વાત કરતા તેણીએ કઇ રીતે આ યોજનાની માહીતી મેળવી અને લાભ લીધો તેની જાણકારી અપી હતી. શ્રી મોદીએ તેમની સાથે વાતો દરમિયાન એવુ પણ પુછેલ કે હું ગ્વાલયર આવુ તો પાણી પુરી ખવડાવશોન?

સાંચેથી જોડાયેલ શાકભાજીના ફેરીયા ડાલચંદ કુશવાહે પણ લોકડાઉનમાં થયેલ નુકસાની કઇ રીતે સરભર કરી તેની વિગતો રજુ કરી હતી. મોદીએ તેમને પણ પ્રોત્સાહક શબ્દોથી ખુશ કરતા જણાવેલ કે આગળ વધજો તમને સહાયતા કરવા અમે પુરી રીતે પ્રયત્નશીલ છીએ.

એજ રીતે ઇંદોરના સાવરણા (ઝાડુ) ના વેપારી  છગન વર્માએ પણ ચર્ચા કરી હતી.

(12:46 pm IST)
  • હવામાન ખાતાએ કહ્યુ છે કે ચોમાસુ દિલ્‍હીમાં વધુ લાંબુ રહેશે અને ઓકટોબરના પ્રથમ અઠવાડીયામાં પાછુ ખેંચાશે access_time 5:53 pm IST

  • દેશમાં પ્રવર્તતી બેરોજગારીને લઇને મોદી સરકાર વિરુદ્ધ દેખાવમાં સામેલ થયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા રાબડીદેવી, તેના પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ નજરે પડે છે. બરાબર રાત્રે નવ વાયાને નવ મિનિટે તેમણે ફાનસ સળગાવી વિરોધ પ્રદર્શિત કરેલ. access_time 10:03 pm IST

  • સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ( CAA ) વિરુધ્ધ દેખાવો દરમિયાન મેંગ્લોરમાં હિંસા આચરવાના આરોપી 21 લોકોને મુક્ત કરી દેવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : આ લોકો તોફાનોમાં શામેલ હોવાનું પુરવાર થતું નથી access_time 8:09 pm IST