Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

આવકવેરા વિભાગે ૨૭.૫૫ લાખ કરદાતાઓને મોકલ્યા ૧.૦૧ લાખ કરોડના રિફંડ

નવી દિલ્હી તા. ૧૦ : આવકવેરા વિભાગે ગઇકાલે કહ્યું કે, તેણે એક એપ્રિલથી આઠ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ૨૭.૫૫ લાખ કરદાતાઓને ૧.૦૧ લાખ કરોડ રૂપિયાના રિફંડ આપ્યા છે. આ રકમમાં ૨૫.૮૩ લાખ કરદાતાઓને ૩૦૭૬૮ કરોડ રૂપિયાનું વ્યકિતગત આવકવેરા રિફંડ પણ સામેલ છે. જ્યારે ૧.૭૧ લાખ કરદાતાઓને ૭૦૫૪૦ કરોડ રૂપિયાનો કંપની ટેક્ષ આ દરમિયાન રિફંડ કરાયો છે.

કેન્દ્રીય ડાયરેકટ કર બોર્ડ (સીબીડીટી)એ ટવીટ કરીને કહ્યું, સીબીડીટીએ ૧ એપ્રિલથી ૮ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ૨૭.૫૫ લાખ કરદાતાઓને ૧,૦૧,૩૦૮ કરોડનું રિફંડ જાહેર કર્યું છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન સરકારનો પ્રયાસ રહ્યો છે કે કરદાતાઓને કોઇ પણ પ્રકારની પરેશાની વગર સરળતાથી કર અંગેની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ પ્રયાસો હેઠળ બધાના અટવાયેલા રિફંડો જાહેર કરાઇ રહ્યા છે.

(3:20 pm IST)