Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રિયા ચક્રવર્તીના જામીન અરજી ઉપર આવતીકાલે કોર્ટનો ચુકાદો આવશે

રિયા ચક્રવર્તીએ ગુરૂવારની રાત પણ જેલમાં વિતાવવી પડશે : સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ રિયા ચક્રવર્તીની સામે તપાસમાં ડ્રગ્સની લિંક સામે આવતા અભિનેત્રી પર શિકંજો કસાયો

મુંબઈ,તા.૧૦ : સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ લિંક બહાર આવ્યા બાદ નાર્કેટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ મામલે તપાસ શરૂ કરી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે ત્રણ દિવસની પૂછપરછ બાદ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. જે બાદ તેને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાઈ હતી. ત્યારબાદ રિયાના વકીલે જામીન માટે અરજી કરી હતી. રિયા ચક્રવર્તીની જામીન અરજી પર મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રિયાની જામીન અરજી પર સુનાવણી પૂરી થતા કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. રિયાની જામીન અરજી પર શુક્રવારે ચુકાદો સંભળાવવામાં આવશે. રિયા ઉપરાંત આ કેસના અન્ય આરોપીઓ અને કથિત ડ્રગ પેડલર્સ બાસિત પરિહાર અને ઝૈદ વિલાત્રાની જામીન અરજી પર પણ શુક્રવારે એટલે કે આવતીકાલે ચુકાદો સંભળાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૪ સપ્ટેમ્બરે શોવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી.

         જ્યારે રિયા ચક્રવર્તીની ૮ સપ્ટેમ્બરે સાંજે ધરપકડ કરાઈ હતી. જે બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે રિયાની જામીન અરજી ફગાવી હતી અને તેને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી હતી. રિયાની ધરપકડ બાદ તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ હતી અને કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ તેણે એનસીબીની કસ્ટડીમાં મંગળવારની રાત વિતાવી હતી અને બુધવારે સવારે ભાયખલા જેલમાં મોકલાઈ હતી. રિયા ચક્રવર્તીએ પોતાની જામીન અરજીમાં ઉલ્લેખ કર્યો હતો, *નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સામાન્ય તથ્યોને તોડી-મરોડીને ખોટો વૃત્તાંત રજૂ કર્યો. જેમાં રિયા ડ્રગ્સ માટે રૂપિયા આપતી હતી તેવું દર્શાવ્યું છે. રિયા સુશાંત સિંહ રાજપૂત સાથેની રિલેશનશીપમાં હતી તે સિવાયના સમયગાળામાં તેણે ડ્રગ્સ રાખ્યા હોય કે ખરીદ્યા હોય તેવા કોઈ આરોપ નથી.* મીડિયા રિપોર્ટ મુજબ, રિયાએ જામીન અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, પૂછપરછ દરમિયાન એનસીબીએ રિયા પાસે જબરદસ્તી કબૂલાત કરાવી હતી.

       એક્ટ્રેસે એવો પણ દાવો કર્યો છે કે તેણે કોઈ ગુનો નથી કર્યો. તેની સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરેથી મૃત હાલતમાં મળ્યો હતો. સુશાંતના મોત બાદ તેના પિતાએ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને રૂપિયાની હેરફેરનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં ઈડીને તપાસ દરમિયાન રિયાના ફોનમાંથી ડ્રગ્સ સંબંધિત ચેટ મળી આવી હતી. જે બાદ તેમણે સીબીઆઈ અને એનસીબીને જાણ કરી હતી. હાલ આ કેસની તપાસ દેશની ત્રણ એજન્સી સીબીઆઈ, ઈડી, અને એનસીબી કરે છે.

(9:28 pm IST)
  • હવે લાંબા સમય સુધી નહીં લટકતી રહે ભ્રષ્ટ્રાચારની ફાઈલો : કેન્દ્રીય વિજિલન્સ કમિશને લીધો મોટો નિર્ણંય : કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોના સીવીઓ તરફથી ભ્રષ્ટ્રાચારની ફરિયાદોના નિવારણ માટે થતા વિલબથી કેન્દ્રીય વિજિલન્સ કમિશન પરેશાન : હવે સમય મર્યાદામાં ફરિયાદોના નીલકની માટે સમય મર્યાદા નક્કી કરવા સહીત અન્ય વ્યવસ્થામાં ફેરફાર કરવા નિર્ણંય કર્યો છે access_time 11:45 pm IST

  • સરહદ ઉપર ટેન્સન વધતું જ જાય છે? અરૂણાચલની સરહદે આખું ગામ ખાલી થઇ ગયું : અરૂણાચલ પ્રદેશના તવાંગ નજીકથી મેકમોહન લાઇન નજીકના ગ્રામજનોએ તેમનું ગામડું ખાલી કરી નાખ્યું હોવાનું ઇસ્ટમોજો જણાવે છે. અરૂણાચલ પ્રદેશના ઝેમીથાંગ સર્કલથી ૩૦ કી.મી. દૂર સરહદે આવે તાકસાંગ નામનું ગામ છોડીને ગ્રામજનો ભાગી ગયા છે. access_time 11:31 am IST

  • સુરતમાં ધોધમાર વરસાદ :સુરત શહેરમાં છેલ્લી અડધી કલાકથી ઘોર દોડ સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ચાલુ છેે: ફરી ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયા હોવાનું સુરતથી કુશલ ઠકકરે જણાવ્યુ છે. access_time 3:53 pm IST